Ahmedabad News/ અમદાવાદમાં ક્રિપ્ટોના રોકાણના નામે યુવક સાથે 5.50 લાખથી વધુ રકમની છેતરપિંડી

ક્રિપ્ટોમાં રોકાણની લાલચે વધુ એક યુવકને સાઇબર ફ્રોડ(Cyber Fraud)નો ભોગ બનાવ્યો છે. અમદાવાદના યુવકે આ સાઇબર ફ્રોડમાં તેની પરસેવાની કમાણીના 5.50 લાખ રૂપિયાથી પણ વધુ રકમ ગુમાવવાની આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદનો યુવક બન્યો Cyber Fraudનો શિકાર

Ahmedabad News: કહેવત છે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. અમદાવાદમાં આવો જ એક લોભિયો સાઇબર ફ્રોડ (Cyber Fraud)નો ભોગ બન્યો છે. અમદાવાદના બોપલના મોબાઇલ રિપેરિંગ કરતા યુવકને ક્રિપ્ટો (Crypto)માં રોકાણ કરવાની લાલચ ભારે પડી છે. આ યુવકે ઓછા રોકાણે વધુ વળતરના લોભ જે સાઇબર ફ્રોડ સહન કરવાનો આવ્યો તે તેને 5.50 લાખથી પણ વધુ રકમમાં પડ્યો. મોબાઇલ રીપેરિંગમાં પરસેવો પાડીને તેણે કરેલી કમાણી તેની પાસેથી સાઇબર ગઠિયાઓ (Cyber Fraudsters) લઈ ગયા છે.

ક્રિપ્ટોના રોકાણના નામે Cyber Fraud
ક્રિપ્ટોના રોકાણના નામે Cyber Fraud

ક્રિપ્ટોમાં રોકાણના નામે સાઇબર ફ્રોડ (Cyber Fraud) 

ઘાટલોડિયામાં રહેતો અને બોપલમાં મોબાઇલ રિપેરિંગની દુકાન ધરાવતો શક્તિસિંહ ઠાકોર આ સાઇબર ગઠિયાઓ (Cyber Fraudsters)ની માયાજાળમાં એવો ભરાયો કે  ક્રિપ્ટો (Crypto)માં રોકાણ કરવાની લાલચે આ સાઇબર ફ્રોડમાં ફક્ત ગજવું જ નહીં બેન્ક બેલેન્સ પણ ખાલી કરી દીધું. તેની સાથેના સાઇબર ફ્રોડનો પ્રારંભ 8મી ફેબ્રુઆરીના રોજ આવેલા એક આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબર પરથી આવેલા કોલથી થયો હતો.

Bopal Police Station
Bopal Police Station

સાઇબર ફ્રોડ  માટે યુવતીઓની લેવાતી મદદ

સાઇબર ગઠિયા  હવે ફસાવવા માટે યુવતીના નામનો આશ્રય લેવા લાગ્યા છે. તેનું કારણ એ છે કે યુવતી હોવાથી લોકો ઝડપથી વિશ્વાસ કરી લે છે. શક્તિસિંહ ઠાકોર  પર એક યુવતીનો આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન આવ્યો અને તેણે ઓછા રોકાણ પર વળતરની એવી લાલચ આપી કે તે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા તરત જ તૈયાર થઈ ગયો. આજના જમાનામાં સગાને રૂપિયા પર આપતા વિચાર કરવામાં આવે છે ત્યારે ફક્ત મોબાઇલ પર લોભામણી વાતોથી યુવક તૈયાર થઈ ગયો અને ત્યાં જ તેની છેતરપિંડી  સુનિશ્ચિત થઈ ગઈ હતી.

યુવકે પ્રારંભમાં લિન્ક ઓપન કરી હતી અને 9,500માં નોંધણી કરાવી હતી. ઠગોએ બનાવેલી ફેક એપ્લિકેશનમાં શક્તિસિંહના રોકાણના પર જંગી નફો બતાવાતો હતો. આ નફો પાછો ડોલરમાં બતાવાતો હતો. આ નફાના આંકડાથી લલચાઈને યુવકે જુદાં-જુદાં બેન્ક ખાતા દ્વારા 5.50 લાખ રૂપિયાથી પણ વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. તેના પછી શક્તિસિંહે નફો ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ ઉપડ્યો જ નહી.

12 લાખનો નફો લેવા ટેક્સ પેટે પાંચ લાખ માંગ્યા

તેથી તેણે આ સાઇબર ગઠિયાઓ (Cyber Fraudsters)ને ફોન કર્યો તો સાઇબર ગઠિયાઓએ જણાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીના નફા પર તો 40 ટકા ઉપર ટેક્સ લાગે છે જેથી તમારે નફાની રકમ ઉપાડવી હોય તો 12 લાખના નફા પર પાંચ લાખનો ટેક્સ ચૂકવવો પડશે. આ સાંભળતા જ શક્તિસિંહ સમજી ગયા છે કે ગઠિયાઓએ તેમને બરોબરના છેતર્યા છે. તેથી તેમણે વધુ નાણા ભરવાના બદલે બોપલ પોલીસનો સંપર્ક કર્યો હતો. ભોગ બનનારા યુવકે પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇટી એક્ટ હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે અને જે બેન્કમાં આ છેતરપિંડીના નાણા ટ્રાન્સફર થયા તેની વિગતો મેળવીને આગળ કાર્યવાહી કરી છે.

આ પહેલાં સાઇબર ફ્ગુરોડની ઘટનામાં જરાતમાં સાયબર ક્રાઇમ આચરનારા તત્વો માટે અમરેલીની કોર્ટે એક સીમાચિહ્નરૂપ દાખલો બેસાડ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાના બહાને લાખો રૂપિયા ખંખેરતી નાઇજીરીયન મહિલા (Nigerian woman) ને અદાલતે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. રાજ્યમાં સાયબર ફ્રોડના કેસમાં આ એક ઐતિહાસિક ચુકાદો માનવામાં આવી રહ્યો છે.

શું હતો Cyber Fraudનો સમગ્ર મામલો?
જૂન 2023માં ફરિયાદી પિયુષ થુંમરનો ઇન્સ્ટાગ્રામ પર એક નાઇજીરીયન મહિલાએ વિદેશી યુવતી તરીકે ઓળખ આપીને સંપર્ક કર્યો હતો. આ ઠગ દ્વારા લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાની લાલચ આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ‘Skye Elite Logistics’ નામની નકલી કુરિયર સર્વિસના નામે ઈમેઈલ કરી, કસ્ટમ ડ્યુટી અને ઇન્કમ ટેક્સ ભરવાના બહાને ફરિયાદી પાસેથી કુલ રૂ. 14,09,000 પડાવી લેવામાં આવ્યા હતા.

અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને ગૂગલ લોગિન વિગતોના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપી મહિલા હરિયાણાના ગુરુગ્રામમાં નકલી પાસપોર્ટ પર બ્રોડબેન્ડ કનેક્શન વાપરી આ કૌભાંડ ચલાવતી હતી. પોલીસે ગુરુગ્રામથી તેની ધરપકડ કરી 6 મોબાઈલ, 1 લેપટોપ અને 2 બોગસ પાસપોર્ટ જપ્ત કર્યા હતા. હવે આવું અમદાવાદના યુવકના કિસ્સામાં થઈ શકશે.


આ પણ વાંચો:સાઇબર ઠગોની નવી ફ્રોડ સ્ટાઇલઃ ‘પાન કાર્ડ 2.0’  ડાઉનલોડ કરો

આ પણ વાંચો:સાઇબર ફ્રોડના રૂપિયા પરત મળતા દંપતીએ કર્યું દાન

આ પણ વાંચો:નિવૃત્ત બેન્ક મેનેજર સાઇબર ફ્રોડનો ભોગ બન્યા, રૂ. 1.40 કરોડની છેતરપિંડી