Ahmedabad News/ HCની ડબલ બેંચે આસારામની અરજી ફગાવી,આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફરશે

આસારામને Gujarat High Court માં ઝટકો, Ashramન તોડવાની માંગ નામંજૂર

Top Stories Ahmedabad Gujarat Breaking News
આસારામ આશ્રમ પર બુલડોઝર! Gujarat High Courtનું ગ્રીન સિગનલ

Ahmedabad News: Gujarat High Court એ આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં Asaram તરફથી કરવામાં આવેલી અરજીને ડબલ બેંચે ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ તંત્રને Asaram Ashram પર કાર્યવાહી કરવા ‘લીલી ઝંડી’ મળી ગઈ છે.

શું છે સંપૂર્ણ મામલો?

આસારામના આશ્રમને તોડવાની કાર્યવાહી સામે રોક લાવવા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમના વકીલોનો દાવો હતો કે આશ્રમની જમીન અને માળખા અંગે કેટલીક પ્રક્રિયાઓ બાકી છે અને તંત્રનો બુલડોઝર ચાલવાનું બંધ કરાવવું જરૂરી છે.

પ્રથમ તબક્કે સિંગલ જજની બેંચે આ અરજીને નામંજૂર કરી હતી. હવે ડબલ બેંચે પણ એ જ નિર્ણયને યથાવત રાખતા આસારામની તમામ માંગ ફગાવી દીધી છે.

Asaram

Gujarat High Courtનો સ્પષ્ટ સંદેશ

ડબલ બેંચે જણાવ્યું કે સિંગલ જજનો નિર્ણય કાયદેસર અને યોગ્ય છે. તે મુજબ તંત્રને કાર્યવાહી કરતા રોકવા કોઈ કારણ દેખાતું નથી. એટલે કે, હવે આશ્રમ પર તંત્ર કાર્યવાહી શરૂ કરી શકે છે અને જરૂર પડશે તો બુલડોઝર પણ ચાલી શકે છે.

Asaram
Asaram

સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમ

ચુકાદા બાદ સોશિયલ મીડિયા પણ ચચામાં ગરકાવ થઈ ગયું છે. કેટલાક લોકો આને કાયદાની જીત કહી રહ્યા છે, જ્યારે કેટલાક આસારામના સમર્થકો નિર્ણયને ‘એકતરફી’ ગણાવી રહ્યા છે.


આ પણ વાંચો:આસારામ આશ્રમમાંથી 45 હજાર ચોરસ મીટર જમીન પાછી લેવા હાઇકોર્ટની મંજૂરી

આ પણ વાંચો:આસારામ આશ્રમ કેસ: 2008માં ગુમ થયેલા બે બાળકોની CBI તપાસની માંગ કોર્ટએ રદ કરી

આ પણ વાંચો:સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા,21મીએ વધુ સુનાવણી