Vadodara News:NABH ટીમ સયાજી હોસ્પિટલની (Sayaji Hospital)મુલાકાત લે તે પહેલાં,સુપ્રિન્ટેન્ડન્ટની ઓચિંતી તપાસમાં ખામીઓ બહાર આવી છે. આ જોઈ સુપરિન્ટેન્ડેન્ટ પણ ચોંકી ગયા હતા અને તેમણે મજાકમાં કહ્યું કે પડદા પાછળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે.
નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ (NABH) ની નિરીક્ષણ ટીમ 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન વડોદરાની પ્રખ્યાત સયાજી હોસ્પિટલની મુલાકાત લઈ રહી છે.જેને લઈને હોસ્પિટલ વહીવટીતંત્રમાં ચિંતા ફેલાઈ ગઈ છે, આ ઓચિંતી તપાસને કારણે અચાનક સફાઈ અને સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આજે, જ્યારે હોસ્પિટલના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરે હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી, ત્યારે સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ હતી.

પડદા પાછળ વ્હીલચેર અને સ્ટ્રેચર છુપાયેલા મળી આવ્યા
સયાજી હોસ્પિટલના (Sayaji Hospital) સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરે હોસ્પિટલના મોટાભાગના વોર્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન, ઇમરજન્સી વોર્ડ પાસે કરુણા વોર્ડમાં પડદા પાછળ છુપાયેલા વ્હીલચેર, સ્ટ્રેચર અને ગંદા ગાદલા મળી આવ્યા હતા. આ જોઈને સુપરિન્ટેન્ડેન્ટ ગુસ્સે ભરાયા અને અધિકારીઓને જાણ કરી કે પડદા પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેમણે ગંભીર નારાજગી પણ વ્યક્ત કરી હતી.

સોનોગ્રાફી રૂમમાં ગંદકીના ઢગલા જોઇ તંત્રને સફાઈ સૂચના
વધુમાં, એક વોર્ડમાં છતનું કામ અધૂરું હોવાથી સુપરિન્ટેન્ડેન્ટ પણ બે ઘડી વિચારવા માટે મજબૂર બન્યા હતા. તેમણે સંબંધિત વહીવટી અધિકારીઓને આ મામલે ઠપકો આપ્યો હતો અને તાત્કાલિક બધું દૂર કરવા કડક સૂચનાઓ આપી હતી.આ દરમિયાન, નવી સર્જિકલ બિલ્ડિંગના ઉપરના માળે આવેલા ડીજેલા વોર્ડના સેન્ટ્રલ એસી, ટ્રેક્ટર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું અને ફિઝિયોથેરાપી બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યું હતું.

NABH નિયમો અનુસાર, હોસ્પિટલ (Sayaji Hospital)ક્લિનિકલ સારવાર પ્રક્રિયાઓ, દર્દીના રેકોર્ડ દસ્તાવેજીકરણ, સ્વચ્છતા, સ્ટાફ વ્યવસ્થા, દર્દીઓને અપાતું ભોજન, સાઇનબોર્ડ અને વહીવટી વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ તૈયારીઓના ભાગ રૂપે, વર્ગ IV કર્મચારીઓ હોસ્પિટલની દિવાલો અને વિવિધ વિસ્તારોની ઝડપથી સફાઈ કરી રહ્યા છે. હોસ્પિટલ વહીવટીતંત્રે આગામી NABH નિરીક્ષણ માટે વ્યાપક તૈયારીઓ કરી છે.
આ પણ વાંચો:વડોદરા સેન્ટ્રલ જેલમાં ચેક રિટર્ન કેસના કેદીનું અવસાન, તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં દમ તોડ્યો
આ પણ વાંચો:વડોદરાની સયાજી હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર ! લાખોના ખર્ચે વોટર કૂલર ભાડે લેવાયા
આ પણ વાંચો:વડોદરાની સયાજી હોસ્પિટલના પહેલા માળેથી દર્દીએ પડતું મુક્યું
