Ahmedabad News:અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી સવાલો ઊભા થયા છે. શહેરના બહેરામપુરા (Behrampura) વિસ્તારમાં શનિવાર, 21મી ફેબ્રુઆરીની રાત્રે એક 19 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા (Murder) કરવામાં આવી હતી. રાત્રે બનેલી આ ઘટના સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ ઊભું કરી ગઈ છે.
શું છે સમગ્ર હત્યા (Murder) મામલો?
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઘટનાનો સમય રાત્રે અંદાજે 10 વાગ્યાનો છે. બહેરામપુરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય હિમેશ પરમાર પર કેટલાક અજાણ્યા શખસોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા ઝીંકી હિમેશને ગંભીર રીતે ઘાયલ કર્યો અને પછી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.
હિમેશ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. લોકોએ પોલીસને તરત જાણ કરતાં કાગડાપીઠ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસની દોડધામ અને તપાસ
પોલીસે ઘટનાસ્થળનો પંચનામો કરી મૃતકનું શરીર પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યું છે. અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધાયો છે અને તેમની ઓળખ તેમજ અટકાયત માટે તપાસના ચક્રો તેજ કરવામાં આવ્યા છે. પોલીસ પ્રાથમિક તપાસમાં અદાવત કે વ્યક્તિગત દુશ્મની સહિતના તમામ શક્ય એંગલ પરથી તપાસ કરી રહી છે.

વિસ્તારમાં ભય અને તણાવ
રાત્રિના સમયે ખુલ્લા રોડ પર થયેલી આ હત્યાએ વિસ્તારમાં ફફડાટ અને ભયનું વાતાવરણ સર્જી દીધું છે.માત્ર 19 વર્ષની વયે યુવાનના મોતથી પરિવાર પર શોકનું ગાઢ વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે આસપાસના રહેવાસીઓમાં પણ સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.
આ પણ વાંચો:અમદાવાદમાં કાંકરિયા પાસે સગીરાની હત્યા, સગાઈ તૂટ્યા બાદ મંગેતરે પથ્થરથી ટીચ્યું માથું
આ પણ વાંચો:અમદાવાદમાં કલિયુગી પુત્રે માતાની Murder કરી, મિલકતના વિવાદમાં લાકડાની લાકડીથી હુમલો
