Mahesana News/ ONGCની બેદરકારીથી ખેડૂતને ભારે નુકસાન, કનોડા ગામે ઓઇલ લીકેજની ઘટના

ONGCની બેદરકારીનો ભોગ બન્યો અન્નદાતા, ખેડૂતોનો ઉભો ઘઉંનો પાક બરબાદ… હવે જવાબદારી કોણ લેશે?

Top Stories Gujarat Others
બહુચરાજી કનોડામાં ONGCની બેદરકારીનો ભોગ ખેડૂત

Mahesana News: મહેસાણા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ONGCની ઓઇલ લાઇન લીકેજ થતા ખેડૂતના પાકને ભારે નુકસાન થયું છે. બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં આવેલ ખેતરમાં ક્રૂડ ઓઇલ ફરી વળતા ખેતીનો તૈયાર પાક બરબાદ થવાની સ્થિતિ સર્જાઈ હતી.

શું છે સંપૂર્ણ ઘટના?

કનોડા ગામના સર્વે નં. 359માંથી ONGCની ઓઇલ પાઇપલાઇન પસાર થાય છે. ગામલોકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી પાઇપલાઇનમાં લીકેજ દેખાતું હતું, પરંતુ યોગ્ય સમયસર મેન્ટેનન્સ ન કરવામાં આવતા આજે ખેતરમાં સીધું ક્રૂડ ઓઇલ ભરાઈ ગયું.

ખેડૂતના જણાવ્યા મુજબ:

ખેતરમાં ઘઉંનો તૈયાર પાક ઉભો હતો, સવારે ખેતરમાં જતાં ઓઇલનું કાળું પાણી ફેલાયેલું જોવા મળ્યું પાક બરબાદ થતા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ONGCને અનેક વાર ફરિયાદ કરવા છતાં ઝડપી કાર્યવાહી ન થવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખેડૂતનું નુકસાન: કોણ ભરે જવાબદારી?

ઓઇલની ચીકણાઈ ખેતરમાં ફેલાતા ઘઉંનો પાક જ નહીં, પણ જમીનની ગુણવત્તા પર પણ અસર થવાની શક્યતા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ONGCની બેદરકારીને કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે, પરંતુ ખેડુતોને યોગ્ય વળતર મળતું નથી.

ONGC તરફથી શું કાર્યવાહી?

ગામલોકો દ્વારા જાણ કરવામાં આવતા ઓએનજીસીની ટીમ સ્થળ પર પહોંચી હોવાનું સૂત્રોનું કહેવું છે. જોકે, ચોક્કસ વળતર અને નુકસાનના સર્વે અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

ગ્રામજનોમાં રોષ

ઘટના પછી કનોડા ગામમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો માગ છે કે, પાકનું સંપૂર્ણ વળતર મળે,પાઇપલાઇનનું રેગ્યુલર મેન્ટેનન્સ થાય અને  આવનારી ઘટનાઓને અટકાવવા કાંક્રીટ પગલાં લેવાય.

ખેડૂતના હિત અને સુરક્ષા માટે ઓએનજીસી જેવી સંસ્થાઓની બેદરકારી ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ગામલોકો હવે ન્યાયની માંગ સાથે સત્તાવાળાઓની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.


આ પણ વાંચો:મહેસાણામાં ઓએનજીસી કોન્ટ્રાક્ટના નામે 11 બોલેરો ગાડીઓથી 33 લાખની છેતરપીંડી કરાઇ!

આ પણ વાંચો:ખેડૂતની જમીનનો બળજબરી કબ્જો લેનારી ઓએનજીસીની ગુજરાત હાઇકોર્ટે ઝાટકણી કાઢી

આ પણ વાંચો:જંબુસર નજીક દરિયામાં મોટી દુર્ઘટના, ઓએનજીસી સર્વે બોટ પલટી, એકનું મોત