Gandhinagar News/ ગુજરાતમાં ‘વોકલ ફોર લોકલ’ની લહેર! 152 નગરપાલિકાઓમાં યોજાશે ‘સ્વદેશી મેળા’, અત્યાર સુધીમાં 83 લાખની કમાણી

ગુજરાત સરકાર દ્વારા 15 માર્ચ સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા (Swadeshi Mela) યોજાશે. સ્થાનિક કારીગરો અને SHG જૂથોને વોકલ ફોર લોકલ અંતર્ગત પ્રોત્સાહન અપાશે.

Others Top Stories Gujarat
Swadeshi Mela Gujarat 2026

Swadeshi Mela Gujarat 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્રને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત રાજ્યની તમામ 152 નગરપાલિકાઓમાં ‘સ્વદેશી મેળા’ (શોપિંગ ફેસ્ટિવલ) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળાઓ દ્વારા સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો લક્ષ્યાંક છે.

Swadeshi Mela Gujarat 2026

15 માર્ચ સુધીમાં આખું ગુજરાત રંગાશે ‘સ્વદેશી’ રંગમાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા એક મેગા આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત આગામી 15 માર્ચ 2026 સુધીમાં રાજ્યની તમામ 152 નગરપાલિકાઓમાં આ સ્વદેશી મેળાઓ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજન હેઠળ કુલ 5700 થી વધુ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સ્વસહાય જૂથો (SHG) ને 1500, શેરી ફેરીયાઓને 1400 અને અન્ય સ્થાનિક કારીગરોને 1650 થી વધુ સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ખાણીપીણીના શોખીનો માટે પણ વિશેષ આકર્ષણ રૂપે 1200 જેટલા ફૂડ કોર્ટ સ્ટોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી મુલાકાતીઓને વિવિધ સ્વાદની મિજબાની માણી શકે.

38 શહેરોમાં Swadeshi Melaનો પ્રારંભ, 1 લાખથી વધુ મુલાકાતીઓ

અત્યાર સુધીમાં રાજ્યની 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓનો સફળ પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના ઝોનમાં આ મેળાઓને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ મેળાઓની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લઈને સ્થાનિક ચીજવસ્તુઓની ઉત્સાહપૂર્વક ખરીદી કરી છે, જેના પરિણામે શરૂઆતના તબક્કે જ ₹83 લાખથી વધુનું નોંધપાત્ર વેચાણ નોંધાયું છે.

Swadeshi Mela Gujarat 2026

સ્થાનિક અર્થતંત્રને મળશે નવું બળ

ઉલ્લેખનીય છે કે, અગાઉ દશેરા-દિવાળી દરમિયાન યોજાયેલા “સ્વદેશી ફેસ્ટિવલ” માં ₹10 કરોડથી વધુનું વેચાણ થયું હતું. આ સફળતાને જોતા સરકારે હવે દરેક નાના શહેર સુધી આ પ્લેટફોર્મ પહોંચાડ્યું છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’ અને ‘જી-મૈત્રી યોજના’ જેવી પહેલો સાથે આ મેળાઓ પણ સ્થાનિક કારીગરો માટે આજીવિકાનું મજબૂત સાધન સાબિત થઈ રહ્યા છે.


આ પણ વાંચો : વન સ્ટેશન-વન પ્રોડક્ટ યોજનાનો શુભારંભ, વોકલ ફોર લોકલનું શ્રેષ્ઠ ઉદાહરણ

આ પણ વાંચો : વોકલ ફોર લોકલની વાત વચ્ચે આવી છે નાના દિવડાનાં ઉત્પાદકોની હલત…

આ પણ વાંચો : વોકલ ફોર લોકલ/ હવે આવી રીતે ડોમેસ્ટિક ટુરિઝમનો વિકાસ કરાશે