Bharuch: ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો (illegal construction) અને સરકારી જમીન (Government land) પર અતિક્રમણ સામેની કવાયત વધુને વધુ તેજ બની રહી છે. તાજેતરમાં રાજકોટમાં જંગલેશ્વરમાં સૌરાષ્ટ્રના ઇતિહાસનું મેગા ડિમોલિશન (Mega Demolition) થયુ હતુ અને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ જ કાર્યવાહીને ભરૂચમાં પણ આગળ ધપાવવામાં આવી હતી. ભરૂચ(Bharuch) ના ઝઘડિયાના ગોવાલી ગામે ગેરકાયદે (Illegal) દરગાહ (Shrine) હટાવવામાં આવી હતી.

દરગાહ (Shrine) હટાવવા મુદ્દે આવેદન
ભરૂચ(Bharuch) ના ઝઘડિયાના ગોવાલી ગામે બાલાપીરની દરગાહ (Shrine) ગેરકાયદે જણાતા તેના પર બુલડોઝર (Bulldozer) ફેરવવામાં આવ્યું હતુ. આ માટે ત્રણ જેસીબી અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દરગાહ (Shrine) દૂર કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરગાહ ગેરકાયદે હોવાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્રક આપવામાં આવ્યું હતું.

કલેક્ટરે કરી કાર્યવાહી
તેના પછી કલેક્ટરે દરગાહ હતી તેમને નોટિસ ફટકારી હતી અને નિયત સમયમાં તેને લગતા બધા પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા હતા. તેના પછી તેમને આ દરગાહ જાતે જ તોડવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ જાતે તોડ્યું ન હતુ. તેના પછી તેમને મ્યુનિસિપાલિટી દ્વારા ડિમોલિશન (Demolition)ની નોટિસ આપવામાં આવી હતી. તેના પછી ભરૂચ મ્યુનિસિપાલિટીએ તેને તોડવાની કાર્યવાહી કરી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાયું
આ દરગાહ તોડવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની આગેવાની હેઠળ પોલીસનો કાફલો પણ ખડેપગે રાખવામાં આવ્યો હતો. દરગાહનું ડિમોલિશન (Demolition) કરતી વખતે થોડા સમય માટે તો વાતાવરણ તંગ થઈ ગયુ હતુ, પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે સ્થિતિ અંકુશની બહાર ગઈ ન હતી. આમ ડિમોલિશનની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
આ પણ વાંચો: સોમનાથ મંદિર હસ્તકનું શોપીંગ સેન્ટર જમીનદોસ્ત Demolition કરવામાં આવ્યું
આ પણ વાંચો: રાજકોટમાં RMCનું ઓપરેશન જંગલેશ્વર, બુલડોઝર કાર્યવાહીમાં અપંગ યુવાન સહિત સેકડો પરિવારો બેઘર
આ પણ વાંચો: અમદાવાદના શાસ્ત્રીનગર સરકારી વસાહતમાં ચાલી રહેલા ડિમોલિશન કામથી 1500થી વધુ લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
