Petrol diesel price/ ઈરાનની ચેતવણી: ભારતમાં પેટ્રોલ-ડીઝલ ₹200 લિટર સુધી? દૂધ-શાકભાજી પણ મોંઘા થઈ શકે

Petrol-Diesel Price: અમેરિકા-ઇઝરાયલ હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. ઇરાને ચેતવણી આપી છે કે જો તેના પર ફરીથી હુમલો થશે તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 200 ડોલર સુધી પહોંચી શકે છે. જાણો આના કારણે ભારતમાં શું મોંઘુ થઈ શકે છે?

Top Stories Breaking News Business
ઈરાન અલ્ટીમેટમ બાદ ચિંતા: Petrol-Diesel ₹200 નજીક?

Petrol-Diesel Price: અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ પછી મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક કાચા તેલના બજાર પર જોવા મળી રહી છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેના મુખ્ય કેન્દ્રો પર ફરી હુમલો થશે તો તે સમગ્ર મિડલ ઈસ્ટના આર્થિક કેન્દ્રોને નિશાન બનાવશે.

ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડના જનરલ ઇબ્રાહિમ જબ્બારીએ જણાવ્યું હતું કે જો તેમના મુખ્ય ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવશે તો તેઓ પ્રદેશના તમામ આર્થિક કેન્દ્રો પર હુમલો કરશે. તેમણે એવો પણ દાવો કર્યો કે ઈરાને હોર્મુઝ જલડમરુમધ્ય (Strait of Hormuz) બંધ કરી દીધું છે. આ માર્ગ વિશ્વ માટે અત્યંત મહત્વનો છે કારણ કે અહીંથી વિશ્વના લગભગ 20 ટકા કાચા તેલનો વેપાર, એટલે કે દરરોજ આશરે 2 કરોડ બેરલ તેલ, પસાર થાય છે.

તણાવ વધતા જ વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 85 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 પછી પ્રથમ વખત છે. જો પરિસ્થિતિ વધુ બગડશે અને ક્રૂડ ઓઈલનો ભાવ 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચે તો વિશ્વની અર્થવ્યવસ્થા પર મોટો ઝટકો લાગી શકે છે.

ક્રૂડ ઓઈલ વધ્યું તો ભારતમાં Petrol-Diesel ₹200 નજીક?

ભારત માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા કરતાં વધુ કાચું તેલ આયાત કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 200 ડોલર સુધી પહોંચી જાય તો દેશમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel )ના ભાવ લગભગ ₹200 પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે.

Petrol-Diesel

પેટ્રોલ અને ડીઝલ ( Petrol-Diesel )ના ભાવ ચાર મુખ્ય ઘટકો પરથી નક્કી થાય છે. તેમાં બેઝ પ્રાઈસ (કાચા તેલનો ખર્ચ, રિફાઈનિંગ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ), કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટી, ડિલર કમિશન અને રાજ્ય સરકારનો વેટ સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં હાલની કરરચના મુજબ જો ક્રૂડ ઓઈલ 200 ડોલર સુધી પહોંચે તો પેટ્રોલનો ભાવ લગભગ ₹177 પ્રતિ લિટર અને ડીઝલ લગભગ ₹168 પ્રતિ લિટર સુધી જઈ શકે છે.

તેલના ભાવ વધવાનો અર્થ ફક્ત ઇંધણ મોંઘું થવું નથી. તેની સીધી અસર પરિવહન ખર્ચ, દૂધ-શાકભાજી, ખાદ્યપદાર્થો અને રોજિંદા જીવનના ખર્ચ પર પડે છે. એટલે કે, જો મિડલ ઈસ્ટમાં તણાવ લાંબો ચાલશે તો ભારતમાં મોંઘવારીમાં પણ વધારો થઈ શકે છે.

હાલમાં સમગ્ર વિશ્વની નજર હોર્મુઝ જલડમરુમધ્ય અને અમેરિકા-ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ પર ટકી છે. જો પરિસ્થિતિ જલ્દી સુધરશે નહીં, તો તેની અસર સીધી રીતે ભારતના સામાન્ય લોકોની ખિસ્સા પર પડી શકે છે.


આ પણ વાંચો:શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹9 લાખ કરોડ ડૂબ્યા

આ પણ વાંચો:વિશ્વના તેલ સપ્લાયર હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી, વૈશ્વિક અર્થતંત્રના ગળા પર ઈરાનનો ગાળિયો!

આ પણ વાંચો:18 દિવસ ક્રૂડ, 21 દિવસ પેટ્રોલ ડીઝલ, 12 દિવસ ગેસ, જો ઈરાન કટોકટી લંબાય તો ભારત શું કરશે?