Gandhinagar News: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી જયરામ ગામીત (Jayaram Gamit)એ જણાવ્યું હતું કે, MSME એકમો (MSME Units) રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓછા મૂડીરોકાણથી વધુ રોજગારી ઊભી કરતા આ એકમોને પ્રોત્સાહન આપવા માટે ‘આત્મનિર્ભર ગુજરાત યોજના–2022’ હેઠળ આર્થિક સહાય (Financial Assistance) આપવામાં આવે છે.
• અમદાવાદ જિલ્લામાં 5.85 લાખ સૂક્ષ્મ, 13,029 લઘુ અને 1,218 મધ્યમ એકમો મળી કુલ 5.99 લાખથી વધુ MSME એકમો નોંધાયા
મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં માત્ર અમદાવાદ જિલ્લા (Ahmedabad District)માં જ કુલ 5.99 લાખથી વધુ MSME એકમો નોંધાયા છે. જેમાં 5,85,175 સૂક્ષ્મ એકમો, 13,029 લઘુ એકમો અને 1,218 મધ્યમ એકમો નોંધાયા છે.
અમદાવાદ જિલ્લામાં MSME એકમો (MSME Units)ને કુલ રૂ. 6,283.20 લાખની વ્યાજ સહાય
મંત્રીએ ઉમેર્યુ હતું કે, આત્મનિર્ભર ગુજરાત યોજના–2022 (Atmnirbhar Gujarat Yojana-2022) હેઠળ અમદાવાદ જિલ્લામાં MSME એકમોને વ્યાજ સહાય આપવાની યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ 3,283 અરજીઓ મંજૂર કરીને તેમને કુલ રૂ. 6,283.20 લાખની વ્યાજ સહાય (Interest Subsidy) ચૂકવવામાં આવી છે.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર મંજૂર થયેલ ક્લેઇમ અરજીઓમાં અમદાવાદ તાલુકામાં લાભાર્થીઓને રૂ. 3501.67 લાખ, દસક્રોઈ (Daskaroi)માં રૂ. 1,820.63 લાખ, સાણંદ (Sanand)માં રૂ. 644.85 લાખ, બાવળા (Bavala)માં રૂ. 262.20 લાખ, ધંધુકા (Dhandhuka)માં રૂ. 40.21 લાખ તેમજ વિરમગામ (Viramgam) તાલુકામાં રૂ.13.64 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
• અમદાવાદમાં MSME ક્ષેત્રમાં 2,844 નવા એકમો દ્વારા કુલ રૂ. 5,619.80 કરોડનું નવું મૂડીરોકાણ થયું
આ ઉપરાંત વર્ષ 2025 દરમિયાન, અમદાવાદ જિલ્લામાં MSME ક્ષેત્રમાં 2,844 નવા એકમો દ્વારા કુલ રૂ. 5,619.80 કરોડનું નવું મૂડીરોકાણ (Investment) થયું છે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
આ પણ વાંચો: રોજગારનો નવો યુગ! ‘ઓરેન્જ ઈકોનોમી’માં 20 લાખ નોકરીઓ અને MSME માટે ₹10,000 કરોડનું ફંડ
આ પણ વાંચો: કેન્દ્રીય કેબિનેટ આજે MSME માટે નાણાકીય સહાય પેકેજને મંજૂરી આપી શકે છે
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 37.56 લાખ નવા MSMEની નોંધણી થઈ
