Breaking News: ગીર સોમનાથ જિલ્લાના ચર્ચિત ઉના કાંડ (Una flogging case) મામલે લગભગ 10 વર્ષ બાદ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટના સેશન્સ જજ પંડ્યાએ આ કેસના પાંચ આરોપીઓને દોષિત ઠેરવી સજા સંભળાવી છે.
કોર્ટ દ્વારા દોષિત ઠરાવાયેલા પાંચ આરોપીઓના નામ
રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને અલગ અલગ કલમો હેઠળ સજા ફટકારવામાં આવી છે.
Una flogging caseમાં કોર્ટના આદેશ મુજબ:
એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ આરોપીઓને 5 વર્ષની સજા
IPC કલમ 523 અને 524 હેઠળ 3 વર્ષની સજા
IPC કલમ 342 અને 504 હેઠળ 2 વર્ષની સજા
દરેક આરોપીને ₹5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે તમામ સજાઓ એકીસાથે ભોગવવાની રહેશે.
કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે તમામ સજાઓ એકીસાથે ભોગવવાની રહેશે.
જેલમાં વિતાવેલા સમયને કારણે મુક્તિનો માર્ગ
માહિતી મુજબ આરોપીઓ પહેલેથી જ 6 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા છે. જેના કારણે સજાની અવધિ પૂર્ણ થતાની સાથે જ તેઓને મુક્તિ મળવાનો માર્ગ સરળ બની શકે છે.
2016માં બન્યો હતો ચકચારી બનાવ
ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે વર્ષ 2016માં દલિત યુવાનોને (Una flogging case) ગાયનું ચામડું ઉતારવાના મામલે જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાનો વિડિયો વાયરલ થતા સમગ્ર દેશમાં ભારે ચર્ચા થઈ હતી. આ ઘટના બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતા.
અન્ય આરોપીઓ નિર્દોષ જાહેર
આ જ કેસમાં ચાર પોલીસકર્મી સહિત કુલ 37 આરોપીઓને પુરાવાના અભાવે કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:અમને દેશની બહાર મોકલી દો : ઉના કાંડના પીડિતે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
આ પણ વાંચો:ના કાંડના પીડિત દલિત યુવાનો હિંદુ ધર્મ છોડી અપનાવશે બૌદ્ધ ધર્મ
આ પણ વાંચો:ગીર સોમનાથમાં ઉના પંથકનો રીઢો બુટલેગર ઝડપાયો
