Not Set/ પ્રાઈવટ સેક્ટરમાં પણ અનામત હોવી જોઈએ-નીતિશકુમાર

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનું માનવું છે કે પ્રાઈવટ સેક્ટરમાં પણ અનામત હોવી જોઈએ. આ વાત તેમણે પટણા ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવી. નીતિશકુમારે કહ્યું કે તેમને લાગે છે કે પ્રાઈવેટ સેક્ટરમાં પણ અનામત હોવી જોઈએ અને તેના પર રાષ્ટ્રીય સ્તરે ચર્ચા પણ થવી જોઈએ.એનડીએ સાથે ગઠબંધન અંગે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે ચાર વર્ષ […]

India

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનું માનવું છે કે પ્રાઈવટ સેક્ટરમાં પણ અનામત હોવી જોઈએ. આ વાત તેમણે પટણા ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવી. નીતિશકુમારે કહ્યું કે તેમને લાગે છે કે પ્રાઈવેટ સેક્ટરમાં પણ અનામત હોવી જોઈએ અને તેના પર રાષ્ટ્રીય સ્તરે ચર્ચા પણ થવી જોઈએ.એનડીએ સાથે ગઠબંધન અંગે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે ચાર વર્ષ પહેલા તેઓ જેની સાથે હતાં તેમની જોડે પાછા આવી ગયા છે. તેમણે તમામ ફેસલા બિહારના હિતમાં લેવાની વાત પણ કરી. નીતિશકુમારે ફરીથી એકવાર જીએસટીનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે જે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે તેમને પૂછવું જોઈએ કે તે ક્યારે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે લોકોને જીએસટી અંગે ખોટી સૂચનાઓથી સાવધાન રહેવાની અપીલ કરી હતી