New Delhi News/ દિલ્હી-NCRમાં વાવાઝોડા અને વરસાદથી હાહાકાર

દિલ્હી NCRમાં અચાનક Storm) અને ભારે Rainથી હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે

India
નોઈડા અને ગાઝિયાબાદમાં પણ Storm અને વરસાદ(Rain)થી પરિસ્થિતિ બગડી ગઈ છે

New Delhi News : દિલ્હી NCRમાં અચાનક વાવાઝોડા(Storm) અને ભારે વરસાદથી હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. બપોરથી જ આકાશમાં વાદળો છવાયા હતા અને ત્યારબાદ ધૂળના તોફાન સાથે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે પહેલાથી જ ચેતવણી આપી હતી.

નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ધૂળના તોફાન અને વરસાદ)થી પરિસ્થિતિ બગડી ગઈ છે.

Storm અને Rain ના કારણે રસ્તાઓ પર દૃશ્યતા ઘટી ગઈ

ભારે વરસાદ અને ધૂળના કારણે રસ્તાઓ પર દૃશ્યતા ઘટી ગઈ છે, જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો છે. ખાસ કરીને ભાજપ મુખ્યાલય નજીક વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ટ્રાફિક ધીમો પડી ગયો છે.

વરસાદ વચ્ચે પીએમ મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા

નરેન્દ્ર મોદી ભારે વરસાદ વચ્ચે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે મુખ્યાલય પહોંચ્યા હતા.

આગામી 3 દિવસ માટે વરસાદની આગાહી

હવામાન વિભાગે 19 માર્ચથી 21 માર્ચ સુધી વરસાદ અને તેજ પવન (50–60 કિમી પ્રતિ કલાક)ની આગાહી કરી છે. લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

  • ગુરુવાર: મહત્તમ 28°C, લઘુત્તમ 17°C

  • શુક્રવાર: મહત્તમ 22°C, લઘુત્તમ 14°C

મેટ્રોમાં વધતી ભીડ

રસ્તાઓ પર ટ્રાફિક જામને કારણે લોકો હવે વધુમાં વધુ મેટ્રો તરફ વળી રહ્યા છે, જેના કારણે મેટ્રોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.


આ પણ વાંચો : અમરેલીના બગસરા અને વડિયા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં

આ પણ વાંચો  રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો : ગુજરાતમાં તાપમાન ઘટ્યું, 18-20 માર્ચમાં કમોસમી વરસાદનો સંભાવના, ખેડૂતોએ સાવચેતી રાખવી