Surat News/ સુરતમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, 2 મહિલાઓ સહિત 5 ઝડપાયા

સુરતમાં ઉમરા પોલીસ દ્વારા હનીટ્રેપ ગેંગનો (Honeytrap Gang) ભંડાફોડ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા મારફતે યુવકોને ફસાવી અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરતી ગેંગના 5 આરોપીઓ ઝડપાયા છે.

Top Stories Gujarat Surat Breaking News
Honeytrap Gang

Surat News:સુરત શહેરમાં હનીટ્રેપ ગેંગનો (Honeytrap Gang) સફળ પર્દાફાશ કરવામાં આવ્યો છે.ઉમરા પોલીસ સ્ટેશનની ટીમે સૂર્યમંજરી એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.પોલીસને મળેલી ફરિયાદ અનુસાર, આ ગેંગ સોશિયલ મીડિયા દ્વારા યુવકો અને વ્યવસાયીઓનો સંપર્ક કરતી હતી.

મહિલાઓને આકર્ષક પ્રોફાઇલ અને મેસેજ મોકલીને તેમને મળવા બોલાવતી અને સૂર્યમંજરી એપાર્ટમેન્ટ (પાર્લે પોઈન્ટ વિસ્તાર)માં લઈ જતી હતી.ત્યાં બિભત્સ અને અશ્લીલ ફોટા તેમજ વીડિયો ગુપ્ત રીતે રેકોર્ડ કરી લેવામાં આવતા. પછી આરોપીઓ બ્લેકમેઇલ કરીને વિક્ટિમ પાસેથી મોટી રકમની ખંડણી માંગતા. ખંડણી ન આપે તો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરીને અથવા પરિવારજનો અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા.

હનીટ્રેપ ગેંગ (Honeytrap Gang) લોકોને ફસાવી રૂપિયા પડાવતી  

આ કેસમાં એક 36 વર્ષીય કન્સ્ટ્રક્શન સુપરવાઇઝરને પણ ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને રેડ પાડીને ગેંગને (Honeytrap Gang) ઝડપી પાડી.
આ કેસમાં બે મહિલા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમથી એક વોન્ટેડઆરોપી છે.

પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, સીમ કાર્ડ, રેકોર્ડ કરેલા વીડિયો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે.તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ બ્લેકમેઇલિંગ, ખંડણી અને સંબંધિત ગુનાઓ નોંધાયા છે. આ ગેંગ (Honeytrap Gang) લાંબા સમયથી સુરત શહેરમાં સક્રિય હતી અને અનેક યુવકોને નિશાન બનાવીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.


આ પણ વાંચો:વેપારીઓને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનાર, એક વર્ષથી ફરાર યુવતી પોલિસની ચપેટમાં

આ પણ વાંચો:અમદાવાદના સેટેલાઇટમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો, માતા-પુત્રી સામે ખંડણીનો આરોપ

આ પણ વાંચો:ઓનલાઈન ડેટિંગ એપથી સાવધાન, અમદાવાદનો એક યુવક રૂપસુંદરીની લાલચમાં બન્યો હનીટ્રેપનો શિકાર