Gujarat News : GI રજિસ્ટ્રી દ્વારા ગુજરાતના જસદણ પટારી (Jasdan Patari)ની પરંપરાગત હસ્તકલાને વર્ષ 2025-26 માટે GI નોંધણી માટે મંજૂરી આપવામાં આવી છે, જે રાજકોટ જિલ્લાના જસદણ બ્લોકના કારીગરો (Jasdan Artisans)માટે એક મહત્વપૂર્ણ સીમાચિન્હ છે. પેઢીઓથી પ્રચલિત, અનોખી હસ્તકલા ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત કારીગરીનો પુરાવો છે.
જસદણ પટારી (Jasdan Patari)ની પરંપરાગત હસ્તકલાને વર્ષ 2025-26 માટે GI નોંધણી માટે મંજૂરી
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ (નાબાર્ડ) એતેની ગ્રામ્ય વિકાસ નિધિ (GVN) હેઠળ GI નોંધણી મેળવવા અનુદાન સહાય દ્વારા ટેકો આપ્યો છે .આ સહાય GI ઉત્પાદન માટે જાગૃતિ પેદા કરવા,દસ્તાવેજીકરણ અને GI અરજી પ્રક્રિયા માટે પૂરી પાડવામાં આવી છે.આ નોંધણી પ્રક્રિયા Centre for Environent Education (CEE) ના માધ્યમ થી કરવામાં આવી હતી.

આ પહેલા ગુજરાતમાં બે અન્ય ઉત્પાદનો – કચ્છમાં 2021-22 માં અમલમાં મુકાયેલ અજરખ બ્લોક પ્રિન્ટ (2021-22 માં મંજૂર ) અને અમલસાડ ચીકુ (નવસારી) (2021-22 માં મંજૂર) માટે આ સહાય આપવા માં આવી હતી. આ બંને ની GI નોંધણી જે બંનેએ સફળતાપૂર્વક પૂરી થઈ ચૂકી છે.
GI Tag મળવાથી હસ્તકલા ઉત્પાદકો ને નકલ સામે હસ્તકલાને કાનૂની રક્ષણ પૂરું પાડે છે, તેના બજારને વધારે છે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે વધુ સારી તકો ઉભી કરે છે. કૃષિ ઉત્પાદનોના કિસ્સામાં તે ખેડૂતો માટે બજાર જોડાણોને મજબૂત પણ બનાવે છે.

નાબાર્ડ ના જણાવ્યા મુજબ આ ઓળખાણ પરંપરાગત જ્ઞાન ને આગળ વધારવા માં મદદરૂપ થશે .સાથે સક્રિય ગ્રામીણ આજીવિકાને જાળવવામાં અને યુવા કારીગર સમુદાયોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
