Surat News: સુરત શહેરના પાલ વિસ્તારમાં મોટું વિઝા કૌભાંડ (Visa scam) બહાર આવ્યું છે, જેમાં કરોડોની છેતરપિંડી કરનાર એજન્ટને પોલીસે ઝડપ્યો છે. આ સમગ્ર ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે.
મળતી માહિતી અનુસાર, ‘મહાકાલ ટ્રાવેલ્સ’ નામની એજન્સી સાથે સંકળાયેલા એજન્ટ વરુણ પરમારએ વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને આશરે 13 લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવી હતી. આરોપી દ્વારા કુલ રૂ. 2.13 કરોડ જેટલી રકમ વસૂલવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પાલમાં Visa scam
વિઝા મેળવવાની આશામાં લોકો પાસેથી પૈસા લઈ લીધા બાદ પણ કોઈને વિઝા (Visa scam) ન મળતા પીડિતોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વરુણ પરમારની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ એક ગોઠવાયેલું કૌભાંડ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે.
પોલીસ હાલમાં તમામ પીડિતોની વિગતો એકત્રિત કરી રહી છે અને વધુ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની શક્યતા પણ તપાસી રહી છે. સાથે જ, આરોપી પાસેથી મેળવેલી માહિતીના આધારે સમગ્ર નેટવર્કનો ભંડાફોડ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી
આ પણ વાંચો:દેશમાં રૂ. 300 કરોડના વિઝા કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો:યુ.કે. વિઝા માટે ખોટા લગ્ન–છૂટાછેડાનું કૌભાંડ: પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો
