Business News/ 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં! પણ 15 લાખ કમાનારા માટે કયો વિકલ્પ છે બેસ્ટ?

નાણાકીય વર્ષ 2026-27 માટે ઇન્કમ ટેક્સની ગણતરી બદલાઈ ગઈ છે. જો તમારી સેલરી 15 લાખ રૂપિયા છે, તો નવી Tax રિજીમમાં તમારે કેટલો ટેક્સ ભરવો પડશે અને જૂની રિજીમ કેમ મોંઘી પડી શકે છે, તે વિશે વાંચો વિગતવાર અહેવાલ.

Top Stories Business
Income tax

Old vs New Tax Regime:  આવકવેરા વિભાગના નવા આંકડા મુજબ, દેશના 88% સેલરીડ ક્લાસ ટેક્સપેયર્સ હવે ‘નવી ટેક્સ રિજીમ’ (New Tax Regime) માં શિફ્ટ થઈ ગયા છે. 1 એપ્રિલ 2026 થી અમલમાં આવેલા નવા નિયમો મુજબ, જો તમારી વાર્ષિક આવક 12 લાખ રૂપિયા સુધી છે, તો તમારે એક પણ રૂપિયો ટેક્સ ભરવો પડશે નહીં. પરંતુ ઉચ્ચ આવક ધરાવતા લોકો માટે હજુ પણ મૂંઝવણ છે કે કયો વિકલ્પ પસંદ કરવો.

Income tax

નવી ટેક્સ સિસ્ટમ (New Tax Regime) માં ગણતરી:

જો તમારી વાર્ષિક સેલરી 15 લાખ રૂપિયા છે, તો નવી ટેક્સ સિસ્ટમમાં ગણતરી આ મુજબ રહેશે:

કુલ સેલરી: ₹15,00,000

સ્ટાન્ડર્ડ ડિડક્શન: ₹75,000 (બાદ મળશે)

ટેક્સપાત્ર આવક: ₹14,25,000

કુલ ટેક્સ (સ્લેબ મુજબ): ₹93,750

4% સેસ (Cess): ₹3,750

કુલ ટેક્સની રકમ: ₹97,500

નોંધ: જો તમારી આવક ₹12.75 લાખ સુધી હોય, તો સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ ટેક્સપાત્ર આવક ₹12 લાખ થઈ જાય છે અને કલમ 87A હેઠળ રિબેટ મળતા ટેક્સ શૂન્ય (0) થઈ જાય છે.

Income tax

જૂની ટેક્સ સિસ્ટમ (Old Tax Regime) માં ગણતરી:

જૂની સિસ્ટમમાં ટેક્સ બચાવવા માટે તમારે હોમ લોન, LIC, PPF અને મેડિકલ ઇન્શ્યોરન્સ જેવા રોકાણો બતાવવા પડે છે. જો તમે ₹1.5 લાખ (80C), ₹50,000 (NPS), ₹2 લાખ (હોમ લોન વ્યાજ) અને હેલ્થ ઇન્શ્યોરન્સના ડિડક્શન લો છો, તો પણ:

બધા જ ડિડક્શન બાદ તમારી ટેક્સપાત્ર આવક જો ₹10 લાખ સુધી પહોંચે છે, તો તમારો ટેક્સ અંદાજે ₹1,17,000 જેવો થાય છે.

જો કોઈ રોકાણ ન હોય, તો ₹15 લાખની આવક પર જૂની સિસ્ટમમાં અંદાજે ₹2,57,400 ટેક્સ ભરવો પડી શકે છે.

Income tax

નિષ્કર્ષ: કયો વિકલ્પ શ્રેષ્ઠ?

15 લાખની વાર્ષિક આવક પર નવી ટેક્સ રિજીમ (New Tax Regime) વધુ ફાયદાકારક જણાય છે, કારણ કે તેમાં તમારે કોઈ પણ રોકાણ વગર માત્ર ₹97,500 ટેક્સ ભરવો પડે છે, જ્યારે જૂની સિસ્ટમમાં ભારે રોકાણ કર્યા પછી પણ ટેક્સની રકમ વધુ રહેવાની શક્યતા છે.


આ પણ વાંચો :મોંઘવારીનો ત્રિપલ માર, કોમર્શિયલ સિલિન્ડર ,ATF પછી, પ્રીમિયમ પેટ્રોલ, ડીઝલ પણ મોંઘા થયા 

આ પણ વાંચો :શેરબજારમાં આજે જોરદાર તેજી, સેન્સેક્સ 1,600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,800 ને પાર

આ પણ વાંચો :બચત ખાતા પર FD જેટલું વ્યાજ કેવી રીતે મેળવશો? જાણો ઓટો સ્વીપ સેવા વિશે સંપૂર્ણ માહિતી