Delhi NCR Weather/ દિલ્હી- NCR માં ફરી હવામાનમાં પલટો, મંગળવારે તેજ પવન સાથે વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે ભારે પવન સાથે દિલ્હી ( Delhi) એનસીઆર માં હળવો વરસાદ થવાની શક્યતા છે, જેના માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Top Stories India
Delhi

Delhi NCR weather: દિલ્હી NCRમાં રવિવારની સવારે આકાશ વાદળછાયું રહ્યું હતું, પરંતુ દિવસ આગળ વધતા સૂર્યપ્રકાશ વધ્યો અને આખો દિવસ આકાશ સ્વચ્છ રહ્યું. જેના કારણે શનિવારની સરખામણીએ તાપમાનમાં થોડો વધારો નોંધાયો.

રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 20.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે મોસમના સરેરાશ કરતાં 1.3 ડિગ્રી ઓછું હતું. જ્યારે મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે પણ સામાન્ય કરતા 1.3 ડિગ્રી ઓછું રહ્યું. સાંજે 5:30 વાગ્યે સાપેક્ષ ભેજ 46 ટકા નોંધાયો હતો..

પરંતુ આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગાહી કરવામાં આવી છે કે મંગળવારે ફરી હવામાનમાં ફેરફાર જોવા મળશે. તેજ પવન સાથે હળવો વરસાદ વરસવાની સંભાવના છે અને તેને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

Delhi

દિલ્હી (Delhi) માં સોમવારનું હવામાન: આંશિક વાદળછાયું, AQI રહેશે સ્થિર

હવામાન વિભાગ મુજબ સોમવારે આકાશ આંશિક રીતે વાદળછાયું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન લગભગ 34°C અને લઘુત્તમ તાપમાન 19°C આસપાસ રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

આ તરફ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ડેટા મુજબ દિલ્હી (Delhi) માં હવાની ગુણવત્તા હાલમાં મધ્યમ શ્રેણીમાં છે. રવિવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 134 નોંધાયો હતો, જે શનિવારના 137ની સરખામણીમાં થોડો ઓછો છે.

અગાઉના અંદાજ મુજબ, આવતા અઠવાડિયામાં AQIમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે હવાની ગુણવત્તા લગભગ આ જ સ્તરે રહેવાની સંભાવના છે.


આ પણ વાંચો :ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ સાથે કરા, ખેડૂતોને ભારે નુકસાન, IMD ની ચેતવણી

આ પણ વાંચો:દિલ્હીથી યુપી સુધી વરસાદે પાક પર તબાહી મચાવી, 19 રાજ્યોમાં ભારે વાવાઝોડાની ચેતવણી જારી

આ પણ વાંચો :દિલ્હીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી, યલો એલર્ટ જારી