Shocking Crime in Odisha: ઓડિશાના ઢેંકનાલ (Odisha) જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સમાજની નૈતિકતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. અહીં એક 59 વર્ષીય પિતાએ પોતાની જ દિવ્યાંગ પુત્રીની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની સાથે લાંબા સમય સુધી જઘન્ય અપરાધ કર્યો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિત યુવતી ગર્ભવતી બની અને તેણે એક બાળકને જન્મ આપ્યો.
Odisha માં કેવી રીતે થયો આ પાપનો ખુલાસો?
માહિતી મુજબ, આ ઘટના ઢેંકનાલ (Odisha) જિલ્લાના રસોલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યારે પીડિતા 6 મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેની માતાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાબતની જાણ થઈ હતી. યુવતીએ પોતાની આપવીતી સંભળાવતા પિતાનું નામ લીધું હતું, પરંતુ ડરના કારણે પરિવારે તે સમયે ફરિયાદ કરવાની હિંમત કરી ન હતી. જોકે, તાજેતરમાં જ્યારે પીડિતાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો અને હોસ્પિટલ પ્રશાસને પિતાનું નામ પૂછ્યું, ત્યારે આખરે સત્ય બહાર આવ્યું હતું.
પત્ની તળાવે કપડાં ધોવા જતી અને પિતા ગુજારતો અત્યાચાર
હિંદોલ એસડીપીઓ સત્યા નંદના જણાવ્યા અનુસાર, જ્યારે પણ પીડિતાની માતા કપડાં ધોવા માટે નજીકના તળાવ પર જતી હતી, ત્યારે પાખંડી પિતા તેની દિવ્યાંગ પુત્રી સાથે દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં, આરોપી પિતા પુત્રીને ધમકી આપતો હતો કે જો તે આ વિશે કોઈને કહેશે તો તેનું પરિણામ ખરાબ આવશે. આરોપીની ઉંમર 59 વર્ષ છે અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આરોપી પિતા જેલના સળિયા પાછળ
દીકરીની માતાએ હિંમત ભેગી કરીને પોતાના જ પતિ વિરુદ્ધ રસોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે (કેસ નંબર 85/26). પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પિતાની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ છે અને તેઓ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ડૉક્ટરનો નોકરાણી પર બળાત્કાર, વીડિયો બનાવી 14 મહિના બ્લેકમેલ
આ પણ વાંચો: ઓડિશામાં દિલ દહોળી નાખે એવી ઘટના: યુવતી પર બે વાર બળાત્કાર બાદ હત્યા
આ પણ વાંચો: છત્તીસગઢ હાઈકોર્ટનો ચુકાદો: પ્રવેશ વિના સ્ખલન બળાત્કાર નહીં, પરંતુ પ્રયાસ

