Surat News/ ગુજરાતમાં ધડાધડ ઉમેદવાર જાહેર કરતી આમ આદમી પાર્ટી, સુરતથી મનોજ સોરઠિયાને મેદાનમાં ઉતાર્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે, જેમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓ અને શહેરો માટે ભાજપના ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન, AAP એ સુરતથી મનોજ સોરઠિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે, જેમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓ અને શહેરો માટે ભાજપના ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન, AAP એ સુરતથી મનોજ સોરઠિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ સહિત સમગ્ર રાજ્ય ટીમે સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એક મજબૂત નેતા, મનોજભાઈ સોરઠિયાને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. આજે બપોરે, AAP એ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી.

જ્યારે ભાજપમાં હજી મુરતિયા જાહેર કરતાં વાર લાગી રહી છે. અગાઉ ભાજપ સૌથી પહેલા યાદી જાહેર કરી દેતુ હતુ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવા માટે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને રાજ્ય સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે ભાજપના ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆત દક્ષિણ ઝોન માટે સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચા સાથે થઈ હતી. દક્ષિણ ગુજરાતની રાજકીય ગતિશીલતા, જીતની સંભાવનાઓ અને સ્થાનિક માહિતીના આધારે, નામોની કાળજીપૂર્વક વિચારણા કરવામાં આવી હતી.

આ મહત્વપૂર્ણ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી સી.આર. પાટિલ અને મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા હતા. અન્ય વરિષ્ઠ નેતાઓ અને સંગઠનના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝોનવાર ચર્ચાઓ પછી ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, અને ટૂંક સમયમાં યાદી જાહેર થવાની અપેક્ષા છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ! 10 હજારથી વધુ બેઠકો માટે ફોર્મ ભરાવવાના શરૂ

આ પણ વાંચો:ઉમરેઠની પેટાચૂંટણીમા ધારાસભ્યના પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વચ્ચે જંગ

આ પણ વાંચો:“2027માં બદલો લેશે કોળી સમાજ!” નવનીત બાલધિયાને કડક ચીમકી