Amreli Earthquake News: સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ગત મોડી રાતથી ભૂકંપના સિલસિલાબદ્ધ આંચકાઓ અનુભવાતા લોકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. સાવરકુંડલા અને ખાંભા પંથકમાં સતત ધરા ધ્રૂજવાની ઘટનાએ ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી છે. ખાસ કરીને સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આંચકાઓ આવતા લોકો ગભરાઈને પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.
Amreli : સવારના 9 વાગ્યા સુધીમાં 8 વખત ધ્રૂજી ધરતી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાતથી લઈને સવારના 9:00 વાગ્યા સુધીના ટૂંકા ગાળામાં જ ભૂકંપના એક-બે નહીં, પરંતુ પૂરા 8 જેટલા આંચકા નોંધાયા છે. આ આંચકાઓની અસર મીતીયાળા, ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ઈંગોરાળા અને ખાંભા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી હતી. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી આશરે 43 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે.
Earthquakeના આંચકા અને તીવ્રતાનો સમયક્રમ
ગઈકાલ રાતથી સવાર સુધી આવેલા આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર નીચે મુજબ નોંધાઈ છે:
- વહેલી સવારે 04:15 વાગ્યે:8 ની તીવ્રતા
- વહેલી સવારે 04:16 વાગ્યે:3 ની તીવ્રતા
- વહેલી સવારે 04:24 વાગ્યે:0 ની તીવ્રતા
- વહેલી સવારે 04:57 વાગ્યે:4 ની તીવ્રતા
- સવારે 07:00 વાગ્યે:2 ની તીવ્રતા
- સવારે 07:15 વાગ્યે: 58 ની તીવ્રતા (સૌથી પ્રચંડ આંચકો)
- સવારે 07:51 વાગ્યે:5 ની તીવ્રતા
- સવારે 08:57 વાગ્યે:5 ની તીવ્રતા
7:15 વાગ્યાના આંચકાથી લોકોમાં ભારે દહેશત
સવારના 7 વાગ્યા ને 15 મિનિટે અનુભવાયેલો 3.58 ની તીવ્રતાનો આંચકો સૌથી વધુ શક્તિશાળી હતો. જેને પગલે લોકો જીવ બચાવવા ખુલ્લા મેદાનો અને શેરીઓમાં એકઠા થઈ ગયા હતા.
તંત્ર એલર્ટ મોડ પર, કોઈ જાનહાનિના સમાચાર નહીં
વારંવાર આવી રહેલા આ ભૂકંપના આંચકાઓને કારણે સ્થાનિક વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. રાહતની વાત એ છે કે, અત્યાર સુધીમાં આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિ કે મોટા માલ-સામાનના નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા નથી. પરંતુ, સતત થઈ રહેલા જમીનના કંપનને લીધે ગ્રામજનો હજુ પણ પોતાના ઘરમાં જતા ડરી રહ્યા છે.
આ પણ વાંચો: ધરા ધ્રુજતા ફફડાટ! વલસાડમાં બપોરના સમયે અનુભવાયો ભૂકંપનો આંચકો
આ પણ વાંચો: નવસારી-વાંસદા જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી ભયનું વાતાવરણ
આ પણ વાંચો:વલસાડની GIDCમાં લાગી ભયંક આગ, કામદારોનો આબાદ બચાવ
