Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી સંદર્ભે ચાંદખેડા વોર્ડમાં ઉમેદવારી મુદ્દે સ્થાનિક કાર્યકરો અને કોંગ્રેસ પરિવાર દ્વારા ફરી એકવાર મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. ચાંદખેડા વોર્ડ માટે ચાર ઉમેદવારો(Candidate)માંથી માત્ર એક સ્થાનિક ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના માટે સ્થાનિક સ્તરે લાંબા સમયથી મજબૂત માંગ ઉઠી રહી છે કે તમામ ઉમેદવારો સ્થાનિક જ હોવા જોઈએ.
છેલ્લા ઘણા સમયથી ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં વિલંબ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક કાર્યકરો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે:
વોર્ડમાં કોઈપણ પેરાશૂટ ઉમેદવાર સ્વીકાર્ય નહીં હોય

જે વ્યક્તિએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વોર્ડમાં કોઈ નોંધપાત્ર કામગીરી ન કરી હોય, એવા ઉમેદવાર(Candidate)ને ઉપરથી લાદવામાં આવશે તો તેનું પરિણામ પક્ષ માટે નુકસાનકારક થઈ શકે
તાજેતરમાં પક્ષમાં જોડાયેલા અથવા માત્ર ભલામણોના આધારે ટિકિટ માંગતા લોકો કરતાં, વર્ષોથી નિષ્ઠાપૂર્વક પક્ષ માટે કામ કરતા કાર્યકરોને પ્રાથમિકતા આપવી જોઈએ
સ્થાનિક સંગઠન, કોંગ્રેસ પરિવાર અને આગેવાનોની એકમાત્ર ભાવના એ છે કે ચાંદખેડા વોર્ડમાં સ્થાનિક અને સમર્પિત ઉમેદવાર(Candidate)ને તક આપવામાં આવે. પક્ષના હિત માટે આ માંગને ગંભીરતાથી ધ્યાનમાં લેવાની વિનંતી કરવામાં આવી છે.
આ રજૂઆત નીચેના આગેવાનોને કરવામાં આવી છે
૧) અમિત ચાવડા – પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
૨) રામકિશન ઓઝા – મંત્રી, એ.આઈ.સી.સી.
૩) નિશિત વ્યાસ – નિરીક્ષક, ચાંદખેડા વોર્ડ
૪) ગાયત્રીબા વાઘેલા – નિરીક્ષક, ચાંદખેડા વોર્ડ
