રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ :- તારીખ ૧૦-૦૪-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ આઠમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર ધન રાશિમાં સાંજે ૦૬:૦૫ સુધી રહેશે અને પૂર્વાષાઢા નક્ષત્ર સવારે ૧૧:૨૮ વાગ્યા સુધી રહેશે. શિવ યોગ સાંજે ૦૬:૩૩ વાગ્યા સુધી રહેશે અને બાલવ કરણ સવારે ૧૦:૨૦ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર ધન રાશિમાં સાંજે ૦૬:૦૫ સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૨૪ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૮ કલાકે થશે. ચંદ્રોદય રાત્રે ૦૨:૧૦ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૧૨:૧૨ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે સવારે ૧૨:૧૬ થી બપોર ૦૧:૦૬ સુધી રહેશે. રાહુ કાળ સવારે ૧૧.૦૫ થી બપોરે ૧૨.૪૩ વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વદ આઠમ રાત્રે ૧૧:૧૭ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે લક્ષ્મીજીને કમળ નું ફૂલ અર્પિત કરવું શુભ ગણાશે.
તારીખ :- ૧૦-૦૪-૨૦૨૬, શુક્રવાર / ચૈત્ર વદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૦ થી ૦૯:૩૨ |
| અમૃત | ૦૯:૩૨ થી ૧૧:૦૫ |
| શુભ | ૧૨:૪૧ થી ૦૨.૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૯ થી ૧૧:૧૫ |
રાશિભવિષ્ય (Rashibhavishya 10 એપ્રિલ 2026)

મેષ (અ, લ , ઈ) :-
કામ વધારે રહેશે.
કોઈ જૂની વાતનો પણ ઉકેલ મળે.
દોડભાગ વધારે રહેશે.
વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
શરીરની તકલીફ રહે.
નાની વાતોની અસર મોટી થાય.
કોઇ વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.
કામની શરૂઆતમાં મોડું થશે
શુભ કલર –પીળો
શુભ નંબર –૫

મિથુન (ક, છ, ઘ) :-
કામને ધીમે-ધીમે શરૂ કરો.
ભવિષ્યની ચિંતા રહેશે.
મહિલાઓ ટીમનું નેતૃત્વ કરી શકશે.
લો બીપી ગભરામણ અનુભવ થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
ભય અને તણાવનો સામનો કરવો પડશે.
નાની વાત ઉપર ઝઘડો થઇ શકે,
કામ અંગે વધારે ધ્યાન આપો.
માનસિક સંતુલન ખોરવાઈ શકે.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૫
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-
તમારું વ્યક્તિત્વ તમારી રાશિ પ્રમાણે જ રહેશે.
નોકરીમાં તમને ગમતું કામ મળશે.
પાર્ટનરનો વિશ્વાસ અને આદર વધશે.
સ્વાસ્થ્ય સમસ્યાનું સમાધાન મળશે.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-
આજે મૂડમાં ફેરફાર થાય.
નાની વાત ઉપર રિએક્શન આપવાનું ટાળો.
તમારી વાતોથી અન્ય લોકોને દુઃખ પહોચે.
બોસ સાથે વિવાદ કરશો નહીં.
શુભ કલર – રાતો
શુભ નંબર –૧

તુલા (ર , ત) :-
જીવનમાં સંતુલન જળવાયેલું રહેશે.
ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
પતિ-પત્નીમાં મધુર સંબંધ રહેશે.
સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :-
વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
અટવાયેલાં કામ પૂર્ણ થશે.
અનુભવી વ્યક્તિનો સાથ મળશે.
નિર્ણય તમારી મરજીથી લઇ શકો..
શુભ કલર – ગ્રે
શુભ નંબર – ૫
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
અચાનક ધનલાભ થાય.
વિદેશમાં કામ કરવાનો અવસર મળે..
રિલેશનશિપમાં તણાવ આવે.
કસરતથી દિવસની શરૂઆત કરો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૯

મકર (ખ, જ) :-
પરિવારમાં મતભેદ થઇ શકે.
વડીલોની સલાહ લેવી.
પત્નીનો સાથ મહત્ત્વપૂર્ણ રહેશે.
લોહી સબંધી બીમારી આવી શકે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-
પરિવારથી તમેં દુઃખી થઇ શકો.
સારો અને ખરાબ બંને અનુભવ મળે.
કરિયર લઇને કન્ફ્યૂઝન રહેશે.
પાર્ટનરને તમારા વિરૂધ્ધ કોઇ ભડકાવી શકે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૩

મીન (દ, ચ, ઝ, થ) :-
તમારું કામના નવા માર્ગ ખુલી જશે.
આપેલાં રૂપિયાનો હિસાબ રાખો.
મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે.
નવો કોન્ટ્રેક્ટ મેળવી શકશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૧
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
