Gujarat Local Body Election 2026/ કચ્છમાં ભાજપે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કચ્છ ભાજપે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની બેઠકો પર અનેક નવા ચહેરાઓને અપાઈ ટિકિટ.

Top Stories Gujarat Others

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને (Local Body Elections) લઈને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે. ટિકિટ ફાળવણીને લઈને ચાલી રહેલી લાંબી કવાયત અને સસ્પેન્સ વચ્ચે કચ્છ જિલ્લાના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં થયેલા લાંબા અને સઘન મંથન બાદ આખરે કચ્છ જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે.

કઈ કઈ સંસ્થાઓ માટે ઉમેદવારો જાહેર થયા?

જિલ્લા પંચાયત: કચ્છ જીલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતારાયા છે.

તાલુકા પંચાયત: ભચાઉ , અંજાર , ભુજ , માંડવી , નખત્રાણા , અબડાસા , રાપર , મુન્દ્રા અને લખપત એમ કુલ 9 તાલુકા પંચાયતોના ઉમેદવારો ફાઈનલ કરવામાં આવ્યા છે.

નગરપાલિકા: માંડવી , ભુજ , અંજાર , મુન્દ્રા-બારોઇ અને નખત્રાણા એમ 5 નગરપાલિકાઓના વિવિધ વોર્ડના ઉમેદવારોના નામ ડિક્લેર કરાયા છે.