Gujarat Local Body Election 2026/ ડાંગ જિલ્લામાં આહવા બેઠક પર ભાજપને ચૂંટણી પહેલાં જ ફટકો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ પડઘમ વાગવા માંડયા છે. આ જ સમયે ડાંગમાં આહવા ખાતે ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડયો છે. વિધાનસભ્ય વિજય પટેલના વિસ્તારમાં આ ઘટના બની છે.

Top Stories Gujarat Others Breaking News

Dang News:  ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે રાજકીય પક્ષોમાં ચૂંટણીનો ધમધમાટ થવા લાગ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધા જ 26મી એપ્રિલના રોજ યોજનારી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ડાંગ જિલ્લામાં પણ ચૂંટણીની ધમધમાટ તૈયારી ચાલી રહી છે. જો કે ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ કાર્યકરોનો બળાપો બહાર આવતા પક્ષના જિલ્લાના આગેવાનો દોડતા થઈ ગયા છે.

ધારાસભ્ય વિજય પટેલના ગામના લોકો જ ભાજપથી નારાજ હોવાનું જણાતા સ્થાનિક ભાજપમાં હડકંપ મચી ગયો છે. ચીકટીયા, હનવંતચોડ, વાંગણ સહિતના લોકો કોંગ્રેસમાં જોડાયા છે. 300થી પણ વધુ લોકો ભાજપને રામરામ કહીને કોંગ્રેસમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના આગેવાન અને ભૂતપૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતના હસ્તે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ ભાજપને બીજું કંઈ જ નહીં પણ તેના જ લોકોની નારાજગી ભારે પડી શકે છે. આના પગલે જિલ્લા ભાજપ સફાળુ જાગી ઉઠ્યું છે. પક્ષમાં ઉઠેલી અસંતોષની આ લહેરની નોંધ પણ મોકલવામાં આવી છે. સ્થાનિક કાર્યકરો કોંગ્રેસમાં જોડાવવાના કારણે આ વખતે ડાંગ જિલ્લામાં ભાજપને ફટકો પડે તો આશ્ચર્ય નહી થાય.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને પાછા કોંગ્રેસમાં જઈને સક્રિય બનેલા મંગળ ગાવિત એક પછી એક ગામડાઓને કોંગ્રેસની તરફેણમાં કરી રહ્યા છે. તેથી ભાજપ માટે આ ફટકો મોટો નીવડી શકે છે. આમ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ માટે આ વિસ્તારમાં મોટો પડકાર બની શકે તેમ છે. તેણે વિરોધના વાતાવરણ વચ્ચે પણ તેનું કમળ ખીલવવાનું છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા