અરવલ્લી,
અરવલ્લીના ભિલોડામાં દુકાન બંધ કરીને ઘરે પહોંચેલા વેપારી ઘર આગળ સ્કૂટર પાર્ક કરતા હતા ત્યારે અચાનક બંદૂકધારી બે શખ્સો આવી ચઢી વેપારીને ગોળી મારી હતી. જેનો અવાજ આવતાં પડોશી આવી ગયા હતા.
પરંતુ પડોશી સામે બંદૂક તાકી બે શખ્સો વેપારી પાસે રહેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ આજુબાજુના લોકો એકઠા થઇ જતાં ઘાયલ વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જયાં તબીબે તેઓને મરણ જાહેર કર્યા હતા. આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તજવીજ હાથ ધરી હતી.

પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીનો મૃતદેહ 12 કલાક સુધી એમ્બ્યુલન્સમાં રજડતો રહયો હતો.

અરવલ્લી ના ભિલોડા માં દુકાન બંધ કરી ઘરે પહોંચેલા વેપારી ને ગોળી મારી કરી હત્યા પોલીસ તંત્ર ની નબળી કામગીરી સામે સ્થાનિકો એ કર્યો ચક્કાજામ જિલ્લા પોલીસ વડા સામે સ્થાનિકો ની ઉગ્ર રજુઆત રેન્જ આઈજી સહિત નો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
