Mehsana News : મહેસાણાના વિસનગરમાં એક વ્યક્તિ સાથે 21.65 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં ભલમનસાઈ બતાવવા જતા વેપારીને 21 લાથખી વધુ રકમ ગુમાવવી પડી હતી. મહેસાણાના વિસનગરમાં રહેતા દિનેશભાઈ પટેલે વિસનગર શહેર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ સુરતના શખ્શોએ તેમની સાથે છેતરપીંડી આચરી.. દિનેશ પટેલ સાથે સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઇ અને કૌશિક પટેલે મિત્રતા કેળવી હતી. પોતાને ત્યાં ઇન્કમટેક્સ ની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા હોવાની વાત કરી હતી.
એટલું જ નહીં વકીલને આપવાના પણ પૈસા નથી કહી રૂ.21.65 લાખ મેળવી લીધા . પૈસા આપવા ના પડે તે માટે બીજા વ્યક્તિની થાર ગાડી પણ આપી હતી. ચેક પણ આપ્યા પણ ખાતામાં સ્ટોપ બેલેન્સ કરાવી દીધું .ત્યારબાદ પિતા પુત્ર તેઓની ઓફિસે આવેલ અને ઇન્કમટેક્સની રેડ ના કેસમાં તેઓને ગાંધીનગર સચિવલમાં આઈએએસ અધિકારી ઋષભ રેડી મદદ કરતા હોવાનું જણાવીને ફોન ઉપર તેની સાથે વાત કરાવી હતી જેથી ઋષભ નામના શખ્શે પોતે આઈ એ એસ અધિકારી હોવાની ખોટી ઓળખાણ આપી બંને પિતા પુત્ર કેસ જીતી જશે અને તમારા પૈસા પરત આપી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
જ્યારે સુરતના પિતા પુત્ર એ તેઓને ફેબ્રુઆરી મહિનામાં પૈસા પરત આપવાની વાત કરી હતી સમય થતા પૈસાની ઉઘરાણી કરતા બંનેને વાયદા બતાવ્યા હતા.ત્યારબાદ તારીખ 13 3 2025 ના રોજ પોતાના ભાગીદાર હોવાનું જણાવી શાહ અર્પિત પિયુષભાઈના નામનો રૂપિયા 25 લાખનો ચેક આપ્યો હતો આ ચેક ક્લિયરિંગ માટે બેંકમાં રજૂ કરતા સ્ટોપ પેમેન્ટ કરાવતા પરત આવ્યો હતો.
પછી પિતા પુત્ર એ તારીખ 21 3 2025 ના રોજ કુરિયર મારફતે મોકલાવેલ રૂપિયા 19 લાખનો ચેક પણ અપૂરતા ભંડોળના સેરા સાથે પાછો ફર્યો હતો . જે અંગે વાત કરતા તેમણે તમારાથી થાય તે કરી લેજો સાના પૈસા અને શાની વાત એમ કોઈથી ડરતા નથી જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી .
આ પણ વાંચો:સુરતમાં બરફના ગોળાનાં સેમ્પલ ફેલ, સીરપ અને ક્રીમનો 35 કિલો જથ્થો નષ્ટ કરાયો
આ પણ વાંચો:સુરતમાં સાવકા પિતાએ નજર બગાડી, પુત્રી પર બળાત્કાર ગુજારતા નોંધાઈ ફરિયાદ
આ પણ વાંચો:સુરતમાં તાપી નદીને પ્રદૂષિત કરાયાની ઉઠી ફરિયાદો! કોર્પોરેટરે તપાસનાં આદેશ આપ્યાં
