World News/ ઈરાન પર ગ્રાઉન્ડ હુમલાની તૈયારીમાં અમેરિકા? રશિયાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

રશિયાએ દાવો કર્યો છે કે અમેરિકા Iran પર ગ્રાઉન્ડ ઈન્વેઝનની તૈયારી કરી રહ્યું છે. મધ્ય પૂર્વમાં વધતી અમેરિકી સૈન્ય હાજરી અને રશિયાની ચેતવણી વિશે વાંચો વિગતવાર અહેવાલ.

Top Stories international World
US-Iran Conflict 2026

US-Iran Conflict 2026:  મધ્ય પૂર્વમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે રશિયાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. રશિયાના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલ અત્યારે ઈરાન પર મોટા પાયે ગ્રાઉન્ડ ઈન્વેઝન (જમીની હુમલા) કરવાની તૈયારી કરી રહ્યા છે. એક તરફ દુનિયાને બતાવવા માટે શાંતિ વાર્તાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ રશિયાનું માનવું છે કે આ વાર્તા માત્ર એક ‘કવર’ છે જેથી અમેરિકા પોતાની સૈન્ય તાકાત વધારવા માટે સમય મેળવી શકે.

50,000 થી વધુ અમેરિકી સૈનિકોનો ખડકલો

રશિયાના રિપોર્ટ મુજબ, મધ્ય પૂર્વમાં અત્યારે અમેરિકાએ 50,000 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. જેમાં ડેલ્ટા ફોર્સ અને 75મી રેન્જર રેજિમેન્ટ જેવી એલીટ યુનિટ્સનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, હવામાં 500 થી વધુ એરક્રાફ્ટ અને સમુદ્રમાં 20 થી વધુ યુદ્ધ જહાજો તૈનાત કરીને અમેરિકાએ ઈરાનને ચારે બાજુથી ઘેરી લીધું છે.

એરક્રાફ્ટ કેરિયર અને મરીન ફોર્સની એન્ટ્રી

તાજેતરના સૈન્ય મુવમેન્ટ મુજબ, ‘યુએસએસ બોક્સર’ અને ‘યુએસએસ જ્યોર્જ ડબલ્યુ બુશ’ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ અરબ સાગર તરફ આગળ વધી રહ્યા છે. રશિયાનું કહેવું છે કે આ તૈનાતી એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા-ઈરાન વચ્ચેનો સીઝફાયર ખતમ થવા જઈ રહ્યો છે. આ માત્ર દબાણ લાવવાની રણનીતિ છે કે કોઈ મોટા ઓપરેશનની પૂર્વતૈયારી, તે હવે મોટો સવાલ છે.

શું હશે અમેરિકાની રણનીતિ?

જો અમેરિકા ગ્રાઉન્ડ ઓપરેશન કરે છે, તો તે પરંપરાગત યુદ્ધ કરતા અલગ હશે. નિષ્ણાતોના મતે, અમેરિકા ‘સ્માર્ટ વોરફેર’ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેમાં સીધા હુમલા કરવાને બદલે ઈરાનના (Iran) રડાર સિસ્ટમને બંધ કરવા, કમાન્ડ નેટવર્કને હેક કરવા કે ખાર્ગ આઈલેન્ડ જેવા વ્યૂહાત્મક બંદરોની વીજળી ઠપ કરવા જેવા સચોટ હુમલા કરવામાં આવશે. આનાથી ઈરાનની વ્યવસ્થા ખોરવાઈ શકે છે.

Iran યુધ્ધથી ગ્લોબલ ઓઈલ માર્કેટ પર જોખમ

રશિયા અને ઈરાન (Iran) વચ્ચેના મજબૂત સંબંધોને કારણે મોસ્કો સતત ચેતવણી આપી રહ્યું છે. રશિયાને ડર છે કે જો આ સંઘર્ષ વધશે તો આખું મધ્ય પૂર્વ યુદ્ધની લપેટમાં આવી શકે છે, જેની સીધી અસર વૈશ્વિક ઓઈલ માર્કેટ અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ પર પડશે. ટ્રમ્પ પ્રશાસનનો ટ્રેક રેકોર્ડ જોતા રશિયાના આ દાવાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.


આ પણ વાંચો :   ઈરાનની રેડ સી નાકાબંધીની ધમકી વચ્ચે શાંતિ મંત્રણા તેજ, ટ્રમ્પનો ઈઝરાયલ-લેબનોન પર મોટો દાવો

આ પણ વાંચો :    કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.