Not Set/ અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ટ્રક અને જીપ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 14 ના મોત

નડિયાદમાં કઠલાલના બાજકપુર ગામ પાસે ટ્રક અને જીપ વચ્ચે મંગળવાર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ રાજ્યમાંથી રોજીરોટી અર્થે ગુજરાત આવેલા લોકો જયારે પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર તુફાન જીપ ઉભેલા ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. એકાએક થયેલી અથડામણ બાદ હાઇવે પર અફરાતફરી માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના ઘટનાસ્થળે […]

Top Stories

નડિયાદમાં કઠલાલના બાજકપુર ગામ પાસે ટ્રક અને જીપ વચ્ચે મંગળવાર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ રાજ્યમાંથી રોજીરોટી અર્થે ગુજરાત આવેલા લોકો જયારે પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર તુફાન જીપ ઉભેલા ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. એકાએક થયેલી અથડામણ બાદ હાઇવે પર અફરાતફરી માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે તેમજ 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો પણ સર્જાયા હતા.

ઘટનાની જાણ પોલીસને કરાતા તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા અને આગળની તજવીજ હાથ ધરી છે.