Surat News/ વરાછાની SBI બેંકમાં 4 હથિયારધારીઓએ દૂકની અણીએ 50 લાખની લૂંટ કરી થયા ફરાર

Suratના વરાછામાં SBI બેંકમાં ૪ હથિયારધારી લૂંટારુઓએ ૫૦ લાખની લૂંટ ચલાવી છે. લૂંટારુઓએ કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા. જાણો પોલીસની કાર્યવાહી.

Top Stories Gujarat Surat
Surat Varachha SBI Bank Robbery

Surat Varachha SBI Bank Robbery: ડાયમંડ સિટી સુરતમાં આજે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક હિંસક ઘટના સામે આવી છે. શહેરના ધમધમતા વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં ચાર હથિયારધારી લૂંટારુઓએ ત્રાટકીને અંદાજે રૂ. 50 લાખની લૂંટ ચલાવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર સુરત પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.

Surat Varachha SBI Bank Robbery

બંદૂકની અણીએ કર્મચારીઓને બનાવ્યા બંધક

ઘટનાની વિગતો મુજબ, બપોરના સમયે જ્યારે બેંકમાં રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી, ત્યારે ચાર અજાણ્યા શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા. લૂંટારુઓએ બેંકમાં પ્રવેશતાની સાથે જ બંદૂક તાકી દીધી હતી. કર્મચારીઓ અને ગ્રાહકો કઈ સમજે તે પહેલા લૂંટારુઓએ તમામને એક ખૂણામાં બંધક બનાવી દીધા હતા.

રૂ. 50 લાખની લૂંટ કરી પળવારમાં રફુચક્કર

હથિયારધારી લૂંટારુઓએ બેંકના કેશ કાઉન્ટર અને સ્ટ્રોંગ રૂમમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી હતી. લૂંટને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ પોતાની સાથે લાવેલા વાહનો પર બેસીને ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓ એટલા બેખૌફ હતા કે તેમણે ભરેલા બજારમાં આ ગુનાને અંજામ આપ્યો હતો.

Surat Varachha SBI Bank Robbery

Surat શહેરમાં નાકાબંધી અને CCTV તપાસ

લૂંટની જાણ થતા જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસના ભાગરૂપે બેંકના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કર્યા છે, જેમાં લૂંટારુઓ કેમેરામાં કેદ થયા હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઘટનાને પગલે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચુસ્ત નાકાબંધી કરી દેવામાં આવી છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો લૂંટારુઓના સગડ મેળવવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. જોકે વરાછા જેવા ગીચ વિસ્તારમાં થયેલી આ લૂંટને પગલે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:  સુરતમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, લાશને ઘરમાં જ પ્લાસ્ટર કરી દાટી દીધી

આ પણ વાંચો: સુરતમાં કેન્સરના અસહ્ય દર્દ વચ્ચે પણ દર્દીએ કરેલા મતદાનથી બધા સ્તબ્ધ

આ પણ વાંચો:  સુરતમાં ૩ વર્ષની માસૂમ બાળકી સાથે પાડોશી નરાધમે આચર્યું દુષ્કર્મ, માતાએ રંગેહાથ ઝડપ્યો