Stock Market Crash Today: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ‘બ્લેક ડે’ સાબિત થયો છે. વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે આજે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા પાયે ધોવાણ થતાં બજાર લાલ નિશાન નીચે ગરકાવ થઈ ગયું છે.
Stock Market : બજારના લેટેસ્ટ આંકડા
આજે સવારે શેરબજારમાં પ્રચંડ વેચવાલી જોવા મળી હતી, જેમાં સેન્સેક્સ 927.83 પોઈન્ટ (1.20%) ગબડીને 76,568.53 ના સ્તર પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 50 પણ 286.70 પોઈન્ટ (1.19%) ના ઘટાડા સાથે 23,890.95 ના સ્તર પર ટ્રેડ કરી રહી છે. નોંધનીય છે કે સેન્સેક્સ આજે 77,014 ના સ્તરે ખુલ્યા બાદ સતત નીચે જઈ રહ્યો છે, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે.
શેરબજારમાં કડાકો બોલાવવાના 4 મુખ્ય કારણો
અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ: ભૂ-રાજકીય મોરચે પરિસ્થિતિ વણસી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તામાં ગતિરોધ સર્જાતા રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધી ઉર્જા સંકટને વધુ ઘેરું બનાવી રહી છે.
ક્રૂડ ઓઈલમાં ભયંકર ભડકો: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 120 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું 80% ક્રૂડ આયાત કરે છે, તેથી ક્રૂડના વધતા ભાવથી મોંઘવારી વધવાની અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ વધવાની ભીતિ સેવાઈ રહી છે.
યુએસ ફેડરલ રિઝર્વનું કડક વલણ: અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજ દરો ભલે સ્થિર રાખ્યા હોય, પરંતુ તેમનું વલણ અત્યંત ‘હૉકિશ’ (કડક) રહ્યું છે. ઊંચા વ્યાજ દરો લાંબા સમય સુધી જળવાઈ રહેવાની શક્યતાએ માર્કેટનો મૂડ બગાડ્યો છે.
એશિયાઈ બજારોમાં વેચવાલી: ભારતીય બજારની સાથે જાપાનના નિક્કેઈ અને કોસ્પી જેવા એશિયાઈ બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. આ નબળા ગ્લોબલ સેન્ટિમેન્ટની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર પડી છે.
આ પણ વાંચો:શેરબજારમાં મોટો ધડાકો, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટી પડ્યો, નિફ્ટી રેડ ઝોનમાં
આ પણ વાંચો:શેરબજારમાં ભારે પડકાર, BSE Sensex, Nifty 50માં 1% સુધીનો ઘટાડો, ક્રૂડ ઓઈલ, FII વેચાણની અસર
