National News/ સદનમાં દારૂ પીને આવ્યા CM ભગવંત માન? અકાલી દળના આક્ષેપથી ખળભળાટ, વિપક્ષે કરી ડોપ ટેસ્ટની માંગ

પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ભગવંત માન (CM Bhagwant Mann) દારૂ પીને આવ્યા હોવાનો અકાલી દળે આક્ષેપ કર્યો છે. વિપક્ષી નેતાઓએ ડોપ ટેસ્ટની માંગ કરી છે, જ્યારે CM એ મજદૂરોના વેતનમાં 15% વધારાની જાહેરાત કરી છે. વાંચો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
CM Bhagwant Mann

CM Bhagwant Mann Alcohol Controversy:  પંજાબમાં મજદૂર (મજૂર) દિવસ (મે દિવસ) નિમિત્તે બોલાવવામાં આવેલા વિધાનસભાના વિશેષ સત્રમાં આજે ભારે હોબાળો મચી ગયો હતો. શિરોમણી અકાલી દળે મુખ્યમંત્રી ભગવંત માન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેઓ દારૂના નશામાં સદનમાં પહોંચ્યા હતા. અકાલી દળે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને CM ના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે અને તેમનો તાત્કાલિક ડોપ ટેસ્ટ કરવાની માંગ કરી છે.

શું છે સમગ્ર વિવાદ?

અકાલી દળનો પ્રહાર: અકાલી દળે X (ટ્વિટર) પર લખ્યું કે, “ખૂબ જ શરમની વાત છે કે ભગવંત માન (CM Bhagwant Mann) આજે મજદૂર દિવસના પવિત્ર અવસરે દારૂ પીને વિધાનસભા પહોંચ્યા છે.” પક્ષે પંજાબની જનતા સામે સત્ય લાવવા માટે CM ના મેડિકલ ટેસ્ટની માંગ કરી છે.

કોંગ્રેસની માંગ: પંજાબના નેતા પ્રતિપક્ષ પ્રતાપ સિંહ બાજવાએ પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે માત્ર CM જ નહીં, પરંતુ તમામ ધારાસભ્યોનો ‘આલ્કોહોલ મીટર ટેસ્ટ’ કરવાની માંગણી કરી છે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.

સ્પીકરનો નિર્ણય: જોકે, વિધાનસભાના સ્પીકરે કોંગ્રેસ અને અકાલી દળની આ માંગને ફગાવી દીધી છે અને પત્રને નકારી કાઢ્યો છે.

CM Bhagwant Mannની મોટી જાહેરાત

વિવાદો વચ્ચે મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) મજદૂર દિવસ પર રાજ્યના શ્રમિકો માટે મોટી જાહેરાત કરી છે:

વેતનમાં વધારો: પંજાબમાં લઘુત્તમ વેતનમાં 15% નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય સરકારી અને ખાનગી બંને ક્ષેત્ર માટે લાગુ પડશે.

વિપક્ષ પર વળતો પ્રહાર: માને જણાવ્યું કે વર્ષ 2013 પછી પહેલીવાર લઘુત્તમ વેતન વધારવામાં આવ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષ હંમેશા વૉકઆઉટ કરવાના બહાના શોધે છે.

રાજકીય માહોલ કેમ ગરમાયો છે?

આ સત્ર એવા સમયે બોલાવવામાં આવ્યું છે જ્યારે AAP ના સાત રાજ્યસભા સાંસદો પક્ષ છોડીને BJP માં જોડાયા છે. આ રાજકીય અસ્થિરતા વચ્ચે વિપક્ષે સરકારને ઘેરવાની એક પણ તક છોડી નથી.


આ પણ વાંચો:પંજાબના CM ભગવંત માનના ઘરે આવી લક્ષ્મી, પત્ની ગુરપ્રીતે આપ્યો દીકરીને જન્મ

આ પણ વાંચો:PM મોદીએ મોહાલીમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન, CM ભગવંત માને કહ્યું- અમારા માટે મોટી ભેટ

આ પણ વાંચો:ભાજપના નેતા તેજિન્દર બગ્ગાએ CM ભગવંત માનને લગ્નની ગિફ્ટ મોકલી, કિંમત જાણીને ચોંકી જશો!