Ahmedabad News:ગુજરાતમાં રીલનો ક્રેઝ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે, જેનાથી પોલીસની ગાડીઓ પણ બચી શકી નથી. અમદાવાદ પોલીસના વાહનો જનતાની સલામતી માટે બનાવાયેલ છે, જોકે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Police Vehicle Reel) થયો છે જેમાં અમદાવાદ પોલીસના ‘112 જનરક્ષક’ અધિકારી સરકારી વાહન પર બેસીને વીડિયો ફિલ્માવતા દેખાય છે. ફૂટેજમાં વાહન પર બેઠેલી વ્યક્તિ રિવરફ્રન્ટ પર રેકોર્ડિંગ કરતી જોવા મળે છે.

રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પર બેસી રીલ (Police Vehicle Reel) બનાવી
માહિતી અનુસાર આ વીડિયો રિવરફ્રન્ટની પૂર્વ બાજુએ બનાવામાં આવ્યો હતો. પોલીસે વીડિયોની (Police Vehicle Reel) તપાસ શરૂ કરી છે, પરંતુ સરકારી વાહન પર બેસીને આ રીતે વીડિયો બનાવવાના કૃત્યથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. “સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની હાલ તપાસ થઈ રહી છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં, આ સ્થળ ક્યાં છે તે સ્પષ્ટ દેખાતું નથી , અને વાહનનો નોંધણી નંબર પણ દેખાતો નથી; તેથી,તપાસ જારી છે. આ વીડિયો તાજેતરનો છે કે જૂના સમયનો છે તેની હાલ માહિતી મળી નથી.”
‘તું ખીચ મેરી ફોટો’ના ગીત સાથે વીડિયો બનાવ્યો
આપને જણાવી દઈએ સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ પોલીસના ‘112’ની ગાડી પર બેસીને બનાવવામાં આવેલ તું ખીચ મેરી ફોટો’ના ગીત સાથેનો એક વીડિયો (Police Vehicle Reel) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.જેમાં પાર્ક કરેલા પોલીસ વાહનના આગળના બોનેટ પર બેસીને આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો, અને ત્યારથી તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે વ્યાપકપણે ફેલાઈ ગયો છે.આ વીડિયો રાત્રે બનાવવા માં આવ્યો છે. અને એ પણ પોલીસની ગાડીના બોનેટ ઉપર બેસીને જે પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા કરી રહ્યું છે. જ્યારે આ પોલીસ 112 વાહનો નાગરિકોની સલામતી અને પેટ્રોલિંગ ફરજો માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં પોલીસકર્મીઓ ખાટલા પર સૂતા રહી ગયા અને થોડે દૂર હત્યા થઈ ગઈ, વિડીયો થયો વાયરલ
આ પણ વાંચો:અમદાવાદ: શારદાબેન હોસ્પિટલનો વિડીયો વાયરલ, સુવિધાનો અભાવ
આ પણ વાંચો:અમદાવાદ: નગરપાલિકાનું ટ્રેકટર ચલાવતા જોવા મળ્યો બાળક, વિડીયો થયો વાયરલ
