National News/ ભાજપમાં જોડાતા જ સંદીપ પાઠક સામે પંજાબ પોલીસનું એક્શન, ભ્રષ્ટાચાર અને મહિલા ઉત્પીડનનો ગંભીર કેસ

આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ Sandeep Pathak સામે પંજાબ પોલીસે ભ્રષ્ટાચાર અને મહિલા ઉત્પીડનના કેસમાં FIR નોંધી છે. વાંચો પંજાબના આ રાજકીય સંઘર્ષ વિશે.

NATIONAL Top Stories India
Sandeep Pathak

Sandeep Pathak FIR Update 2026: પંજાબમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) છોડીને હાલમાં જ ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક સામે પંજાબ પોલીસે સકંજો કસ્યો છે. પોલીસે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને મહિલા ઉત્પીડન જેવી ગંભીર અને બિનજામીનપાત્ર કલમો હેઠળ બે અલગ-અલગ જિલ્લામાં FIR દાખલ કરી છે.

શું છે સમગ્ર મામલો?

પક્ષપલટો અને કાર્યવાહી: સંદીપ પાઠક (Sandeep Pathak) એ 7 સાંસદોમાં સામેલ હતા જેમણે તાજેતરમાં કેજરીવાલનો સાથ છોડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. પંજાબમાં ભગવંત માન સરકારે વિશ્વાસ મત જીત્યાના બીજા જ દિવસે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગંભીર આરોપો: સૂત્રોના જણાવ્યા મુજબ, પાઠક સામે ભ્રષ્ટાચાર અને મહિલાઓના ઉત્પીડન સંબંધિત ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં ધરપકડની પૂરેપૂરી શક્યતા છે.

સંદીપ પાઠકનો પક્ષ: આ મામલે સંદીપ પાઠકે જણાવ્યું છે કે, “મને આવી કોઈ FIR ની જાણ નથી. આ માત્ર રાજકીય વેરની ભાવના છે. સરકાર મારાથી ડરી ગઈ છે એટલે આવી કાર્યવાહી કરી રહી છે.”

Sandeep Pathak

રાજ્યસભામાં ‘આપ’નું કદ ઘટ્યું (Sandeep Pathak)

તાજેતરમાં આમ આદમી પાર્ટીના 10 માંથી 6 રાજ્યસભા સાંસદો પક્ષ છોડીને ભાજપમાં ભળી ગયા છે. જેમાં સંદીપ પાઠક ઉપરાંત રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, અશોક મિત્તલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીનો સમાવેશ થાય છે. આ પક્ષપલટા બાદ ઉચ્ચ સદનમાં AAP ની સંખ્યા ઘટીને માત્ર 3 રહી ગઈ છે.

ભાજપનો આકરો પ્રહાર

ભાજપે આ કાર્યવાહીની આકરી નિંદા કરતા જણાવ્યું છે કે પંજાબમાં હવે કાયદાનું નહીં પણ રાજકીય બદલાનું શાસન ચાલી રહ્યું છે. જેવો કોઈ નેતા ભાજપમાં જોડાય છે કે તરત જ તેના પર જૂના કેસ ખોલીને કે નવી FIR કરીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.


આ પણ વાંચો : કેજરીવાલના નવા ઘરને ભાજપે કહ્યું ‘શીશ મહેલ પાર્ટ-2’, 95 Lodhi Estate બંગલા પર મોટો વિવાદ

આ પણ વાંચો : AAPને મોટો ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડી, કેટલાક BJPમાં જોડાયા

આ પણ વાંચો : રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો સત્તાવાર રીતે ભાજપમાં સામેલ, નીતિન નબીને મિઠાઈ ખવડાવી