Madhya Pradesh News/ અમદાવાદમાં ‘કફનના કપડાં’નો કાળો કારોબાર? સ્મશાનથી બજાર સુધીની ચોંકાવનારી સપ્લાય ચેનનો ખુલાસો

Funeral Clothes Scam : સ્મશાનથી બજાર સુધી પહોંચતા કપડાં અંગે ચોંકાવનારા દાવા… અમદાવાદ સુધી સપ્લાય થતી ગેંગનો ખુલાસો!

Top Stories India Breaking News
Funeral Clothes Scam:સ્મશાનથી સીધું બજારમાં કફનના કપડાં

Madhya Pradesh News: મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં સ્મશાનઘાટ પરથી મૃતદેહોના કપડાં (Funeral Clothes Scam) એકત્રિત કરીને તેને ધોઈ-પ્રેસ કરીને ફરી બજારમાં વેચાતા હોવાના ગંભીર દાવા કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું કે આ કપડાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક બજારો સુધી પહોંચતા હોવાની પણ ચર્ચા છે.

માહિતી મુજબ, અંતિમ સંસ્કાર પહેલાં મૃતદેહ પરથી ઉતારવામાં આવેલા કપડાં (Funeral Clothes Scam)ને કેટલાક લોકો દ્વારા ભેગા કરવામાં આવે છે. ત્યારબાદ તે કપડાં દલાલો મારફતે મોટા વેપારીઓ સુધી પહોંચે છે. ત્યાં તેને ધોઈને, ઇસ્ત્રી કરીને અને નવું પેકિંગ કરીને ફરી વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.

Funeral Clothes Scam:સ્મશાનના કપડાં બજારમાં?

તપાસ દરમિયાન કેટલાક સ્મશાનઘાટોમાં કપડાં (Funeral Clothes Scam)ના ગોડાઉન હોવાના પણ દાવા થયા છે. સાડી, શાલ, પેન્ટ-શર્ટ અને અન્ય કપડાં અલગ અલગ ભાવે વેચાતા હોવાની વાતો સામે આવી છે. વેપારીઓનો દાવો છે કે કપડાંને એટલી સારી રીતે સાફ કરવામાં આવે છે કે સામાન્ય માણસ ઓળખી પણ ન શકે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કપડાં સામાન્ય લોકો શુભ પ્રસંગો, લગ્ન અને પૂજા-પાઠમાં પણ ઉપયોગ કરતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર મૃતદેહ સાથે જોડાયેલા કપડાંનો ફરી ઉપયોગ અશુભ માનવામાં આવે છે.

સંત સમાજના આગેવાનોનું કહેવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ લોકોની આસ્થા સાથે ખેલવા સમાન છે. સાથે જ સ્વચ્છતા અને આરોગ્યના દૃષ્ટિકોણથી પણ આ ગંભીર મુદ્દો બની શકે છે. હાલ સમગ્ર મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા ગેરકાયદેસર કારોબાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો:સુરતમાં અંતિમ સંસ્કાર પણ મોંઘા બનશે? સ્મશાનમાં ગેસ માટે હવે ચૂકવવો પડશે ચાર્જ

આ પણ વાંચો:ગુજરાતનું પ્રથમ ‘ડોગ સ્મશાન’! હવે પાલતુ શ્વાનને મળશે સન્માનજનક અંતિમ વિદાય

આ પણ વાંચો:સુરતમાં મહિલાના મૃત્યુ પછી સ્મશાનમાં અગ્નિ સંસ્કારનો કરાયો ઇન્કાર!