IPL 2026 Sports News: મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયેલી રોમાંચક મેચ બાદ મુંબઈના બેટિંગ કોચ કીરોન પોલાર્ડ (Pollard) વિવાદમાં ફસાયા છે. મેચ દરમિયાન ફોર્થ અમ્પાયર સાથે ગેરવર્તણૂક અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ આઈપીએલ કમિટીએ પોલાર્ડ (Pollard) સામે કડક કાર્યવાહી કરી છે. મેદાન પર મુંબઈની જીત છતાં, કોચની આ હરકતને કારણે આઈપીએલ પ્રશાસને શિસ્તભંગ બદલ સજાની જાહેરાત કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
ગુરુવારે રમાયેલી મેચમાં જ્યારે મુંબઈની ટીમ લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી, ત્યારે બીજી ઇનિંગની 19મી ઓવર દરમિયાન આ વિવાદ સર્જાયો હતો. ડગઆઉટમાં હાજર કીરોન પોલાર્ડ અને ફોર્થ અમ્પાયર વચ્ચે કોઈ બાબતે ઉગ્ર દલીલ થઈ હતી. આ દલીલબાજી દરમિયાન પોલાર્ડે અમ્પાયર માટે વાંધાજનક શબ્દો અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ હરકત કેમેરામાં કેદ થઈ હતી અને આઈપીએલની આચાર સંહિતાના કડક નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવ્યું હતું.
બોર્ડની કાર્યવાહી: મેચ ફીમાં કાપ અને ડિમેરિટ પોઈન્ટ
આઈપીએલ કમિટીએ પોલાર્ડને (Pollard) આચાર સંહિતાના લેવલ-1 ના ઉલ્લંઘન માટે દોષી ઠેરવ્યા છે. સજાના ભાગરૂપે તેમની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, પોલાર્ડના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. લીગના નિયમ અનુસાર, પોલાર્ડે અનુચ્છેદ 2.3નું ઉલ્લંઘન કર્યું છે, જે રમત દરમિયાન અશોભનીય અને અભદ્ર ભાષાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે.
પોલાર્ડે ભૂલ સ્વીકારી, હવે આગળ કોઈ સુનાવણી નહીં (Pollard)
મેચ પૂર્ણ થયા બાદ મેચ રેફરી પંકજ ધરમાણીએ પોલાર્ડને (Pollard) આ સજા સંભળાવી હતી. પોલાર્ડે પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો છે અને સજાને મંજૂર રાખી છે. આ સ્વીકારને કારણે હવે આ મામલે કોઈ વધારાની સુનાવણી કે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવશે નહીં. નોંધનીય છે કે પોલાર્ડ અગાઉ પણ ખેલાડી તરીકે મેદાન પર અનેકવાર વિવાદોમાં રહી ચૂક્યા છે. મુંબઈએ પંજાબને 6 વિકેટે હરાવ્યું હોવા છતાં, કોચ સામેની આ કાર્યવાહીએ ટીમના મેનેજમેન્ટ માટે ચિંતા ઊભી કરી છે.
આ પણ વાંચો: એકાંતવાસમાં જીવી રહ્યા છે સલીલ અંકોલા, માતા-પિતાના નિધન બાદ માનસિક તણાવમાં ઘેરાયા
આ પણ વાંચો: ઇન્ડિયા A ટીમની જાહેરાત, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી અને તિલક વર્મા બન્યા કેપ્ટન
આ પણ વાંચો: શું હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સમાંથી બહાર કરી દેવાશે? પૂર્વ ક્રિકેટરના નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

