Rajkot News/ રાજકોટમાં ફૂડ ભેળસેળ મામલે કોર્ટ કડક, સંભારમાં કલર ભેળવનારને 6 મહિનાની જેલ

રાજકોટમાં ભેળસેળયુક્ત (Rajkot Food Adulteration) ખાદ્યપદાર્થ વેચનારાઓ સામે કોર્ટનો કડક ચાબુક ફરક્યો છે. સંભાર અને લસણની ચટણીમાં પ્રતિબંધિત કલર મળ્યા બાદ વેપારીઓને જેલ સજા અને લાખો રૂપિયાનો દંડ ફટકારાયો છે. આ ચુકાદાથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Food Adulteration: ઢોસાના સંભારમાં ભેળસેળ ભારે પડી

Rajkot News: રાજકોટ શહેર તેની ખાણીપીણી અને સ્વાદ માટે ઓળખાય છે, પરંતુ હવે શહેરમાંથી એક ચોંકાવનારો ભેળસેળ (Rajkot Food Adulteration)નો મામલો સામે આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષો પહેલા લેવામાં આવેલા ખાદ્ય સેમ્પલ હવે કોર્ટના ચુકાદા બાદ ફરી ચર્ચામાં આવ્યા છે.અદાલતે ભેળસેળયુક્ત સંભાર અને ચટણી વેચનાર વેપારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે.

સંભારમાં મળ્યો પ્રતિબંધિત કલર

આરોગ્ય વિભાગે વર્ષ 2019 દરમિયાન એક ઢોસા સેન્ટરમાંથી સંભારનો નમૂનો લીધો હતો. લેબોરેટરી પાસમાં તેમાં આરોગ્ય માટે હાનિકારક અને પ્રતિબંધિત કલરનો ઉપયોગ થયેલો સામે આવ્યો હતો.કેસની લાંબી સુનાવણી બાદ કોર્ટે સંચાલકને 6 મહિનાની સખત કેદ અને ₹50 હજાર દંડની સજા ફટકારી છે.

Rajkot Food Adulteration: લસણની ચટણીમાં પણ ભેળસેળ

બીજા એક કેસમાં હોટેલમાંથી લેવામાં આવેલી લસણયુક્ત મરચાંની ચટણીમાં પણ આર્ટિફિશિયલ કલર મળ્યો હતો. તપાસમાં ચટણીમાં ગ્રાહકોને આકર્ષવા માટે બિનઆરોગ્યપ્રદ પદાર્થો વપરાયા હોવાનું સામે આવ્યું હતું.આ કેસમાં અદાલતે હોટેલ સંચાલકને 6 મહિનાની જેલ સજા અને ₹2 લાખનો મોટો દંડ ફટકાર્યો છે.

કોર્ટના ચુકાદાથી વેપારીઓમાં ફફડાટ

આ બંને ચુકાદા બાદ શહેરના ભેળસેળિયા (Rajkot Food Adulteration) તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગની કાર્યવાહી અને કોર્ટના કડક વલણને કારણે હવે ખાદ્ય સુરક્ષા મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ માટે આ ચુકાદો ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:રાજકોટમાં નકલી પનીરનો કાળો કારોબાર

આ પણ વાંચો:રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા એકત્રિત કરાયેલા દૂધ, આઈસ્ક્રીમ, કુલ્ફીના નમૂનાઓ નિષ્ફળ

આ પણ વાંચો:રાજકોટ: દૂધમાં ભેળસેળ રોકવા આરોગ્ય વિભાગની ઝુંબેશ, 2 દિવસમાં 30 દૂધની ડેરીઓ પર પાડ્યા દરોડા