Tapi News/ તાપીના સોનગઢમાં પંચાયતના મહિલા સભ્ય પર હુમલાથી ચકચાર

મહિલાના વાળ કાપી જાહેરમાં માપર મારવામાં આવ્યો

Top Stories Gujarat Others

Tapi News : તાપીના સોનગઢમાં પંચાયતના મહિલા સભ્ય પર હુમલાના બનાવને પગલે ચકચાર મચી છે. જેમાં મહિલાના વાળ કાપીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. આ બનાવની વિગત મુજબ ટકોરવા બેઠકના કોંગ્રેસના સભ્ય ઉર્મિલા ગામિત પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉર્મિલાબેન ગામિત પર હોકી સ્ટ્કથી હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતને પગલે કોગ્રેસ સભ્ય ઉર્મિલાબેનને માર મારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સઆ અંગે સોનગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

તપાસમાં લાલસિંગ ગામિતના પરિવારે અંગત અદાવતને પગલે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં લાલસિંહની પત્ની સહિત 10 જેટલા શખ્સોએ ઉર્મિલાબેન ગામિત પર હુમલો કર્યો હતો. તેમના જાહેરમાં વાળ કાપી કપડા ફાડીને માર મારવામાં આવ્યો હતો.બાદમાં જાહેરમાં માર મારવાની ઘટનામાં મહિલાએ હોસ્પિટલની પથારીએથી મિડીયા સમક્ષ બનાવની હકીકત જણાવી હતી. જેમાં દિગ્ગજ આદિવાસી આગેવાન લાલસિંહની પત્ની શોભાબેન સહિત 10 જેટલા શખ્સોએ જાહેરમાં વાળ કાપી, કપડા ફાડી હોકી સ્ટીક વડે માર માર્યો હોવાની હકીકત જણાવી હતી. આ શખ્સો ફોરવ્હિલ અને ટુવ્હિલર વાહનોમાં આવ્યા હતા.

જેમાં એક છોકરાએ હોકી જેવા દંડા વડે મહિલા પર જીવલેણ હુમલો કરી માર માર્યો હોવાનું મહિલાએ જણાવ્યું હતું. ઉર્મિલાબહેન ગામિતે જણાવ્યું હતું કે જો એક ચુંટાયેલા પ્રતિનિધી સાથે જાહેરમાં આવું થતું હોય તો સામાન્ય લોકોની હાલત શું થતી હશે ? તે સિવાય સમગ્ર બનાવમાં ફરિયાદ આપ્યાને 12 કલાકથીવધુ સમય થઈ ગયો હોવાછતા હજી સુધી આરોપીઓની ધરપકડ કેમ થઈ નથી તે મોટો સવાલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ

આ પણ વાંચો:પાકિસ્તાને શા માટે પ્લાસ્ટિક પોલિમર નોટોનો વપરાશ કરવાનું શરૂ કર્યું?

આ પણ વાંચો:ભારતીયો રોજ પેટમાં પધરાવે છે પ્લાસ્ટિક, જાણો કઈ રીતે?