Paresh Rawal Sons Career: બોલિવૂડના સૌથી દિગ્ગજ અને નીવડેલા કલાકારોની જ્યારે પણ ચર્ચા થાય છે, ત્યારે પરેશ રાવલનું (Paresh Rawal) નામ હંમેશા આદરપૂર્વક લેવામાં આવે છે. કોમેડીથી લઈને વિલન અને ગંભીર પાત્રોમાં પોતાની એક્ટિંગનો લોખંડો મનાવનાર પરેશ રાવલ પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. આ જ કારણે તેમના ચાહકો તેમની ફેમિલી વિશે બહુ ઓછું જાણે છે. પરેશ રાવલની જેમ જ તેમના બંને દીકરાઓ પણ ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી ચૂક્યા છે. એક દીકરો જ્યાં પડદા પર પોતાની એક્ટિંગથી ધૂમ મચાવી રહ્યો છે, તો બીજો દીકરો કેમેરાની પાછળ રહીને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાનું હુન્નર બતાવી રહ્યો છે.
Paresh Rawal ની ફેમિલી અને લવ લાઈફ
પરેશ રાવલના (Paresh Rawal) લગ્ન બોલિવૂડની જાણીતી અભિનેત્રી સ્વરૂપ સંપત (Swaroop Sampat) સાથે થયા છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે સ્વરૂપ સંપત વર્ષ 1979 માં ‘મિસ ઇન્ડિયા’ નો ખિતાબ જીતી ચૂક્યા છે અને તેમણે ઘણી ફિલ્મો તેમજ ટીવી શોમાં કામ કર્યું છે. વર્ષ 1987 માં પરેશ રાવલ અને સ્વરૂપ સંપત લગ્નના બંધનમાં બંધાયા હતા. આ કપલના બે દીકરા છે—આદિત્ય અને અનિરુદ્ધ, જેઓ અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.
View this post on Instagram
મોટો દીકરો આદિત્ય રાવલ: એક્ટિંગ અને રાઇટિંગમાં જલવો
પરેશ રાવલના(Paresh Rawal) મોટા દીકરાનું નામ આદિત્ય રાવલ (Aditya Rawal) છે, જે એક શાનદાર એક્ટર અને રાઇટર છે.
આદિત્યએ વર્ષ 2020 માં અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બમફાડ’ (Bamfaad) થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જેમાં તેની સાથે શાલિની પાંડે લીડ રોલમાં હતી.
તાજેતરમાં જ આદિત્ય રાવલ ભૂમિ પેડનેકર સ્ટારર સીરીઝ ‘દલદલ’ (Daldal) માં પોતાના શાનદાર અભિનય બદલ ચર્ચામાં રહ્યો હતો. ત્યારબાદ તે અનિલ કપૂરની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘સુબેદાર’ (Subedar) માં પણ જોવા મળ્યો હતો.
હાલમાં તે સાન્યા મલ્હોત્રા સાથેની આગામી ફિલ્મ ‘સુંદર પૂનમ’ (Sundar Poonam) ને લઈને ભારે લાઈમલાઈટમાં છે.
View this post on Instagram
નાનો દીકરો અનિરુદ્ધ રાવલ: કેમેરા પાછળનો અસલી કિંગ
પરેશ રાવલના (Paresh Rawal) નાના દીકરા અનિરુદ્ધ રાવલની (Aniruddh Rawal) વાત કરીએ તો, જ્યાં આજકાલના મોટાભાગના સ્ટાર કિડ્સ સ્ક્રીન પર હીરો બનવાનું સપનું જોતા હોય છે, ત્યાં અનિરુદ્ધે પોતાના પિતા અને મોટા ભાઈથી અલગ રસ્તો પસંદ કર્યો છે. તે કેમેરાની પાછળ રહીને ડિરેક્શનના ક્ષેત્રમાં પોતાનું નામ બનાવી રહ્યો છે. અનિરુદ્ધ બોલિવૂડના દબંગ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મો ‘સુલ્તાન’ (Sultan) અને ‘ટાઇગર ઝિંદા હૈ’ (Tiger Zinda Hai) ઉપરાંત જાણીતી વેબ સીરીઝ ‘સ્કૂપ’ (Scoop) માં પણ એડી (AD – Assistant Director) તરીકે સફળતાપૂર્વક કામ કરી ચૂક્યો છે.
આ પણ વાંચો: ઈન્ફ્લુએન્સર તારિણીએ જણાવ્યું કાન્સનું સત્ય, રેડ કાર્પેટ ફોટો માટે આપવા પડે છે લાખો રૂપિયા
આ પણ વાંચો: શાહરૂખ ખાને ખરીદી 5 કરોડની આલીશાન કાર, જાણો શું છે તેની ખાસિયતો

