Ahmedabad News/ અમદાવાદમાં ડુપ્લિકેટ પાન મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત

Ahmedabadના ઓઢવ વિસ્તારમાં જાણીતી બ્રાન્ડનો નકલી પાન મસાલા બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. SOG એ ₹૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી શબ્બીરઅલી સામે ગુનો નોંધ્યો.

Top Stories Ahmedabad Gujarat
Duplicate Pan Masala Ahmedabad

Duplicate Pan Masala Ahmedabad: અમદાવાદ શહેરમાં વધુ નફો કમાવવાના ચક્કરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી એક નકલી પાન મસાલાની ફેક્ટરી પર દરોડો પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી નકલી માલનું ઉત્પાદન અને સપ્લાય કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Ahmedabad: ઓઢવના વિજય એસ્ટેટમાં SOGની રેઇડ

મળતી વિગતો અનુસાર, એસઓજી પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઓઢવ વિસ્તારમાં એક ગુપ્ત લોકેશન પર જાણીતી બ્રાન્ડના નામે નકલી પાન મસાલા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ઓઢવ ભરવાડ વાસ નજીક આવેલા વિજય એસ્ટેટમાં અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી ફેક્ટરીમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

Duplicate Pan Masala Ahmedabad

અસલીના નામે નકલી વેચવાનો ખેલ

પોલીસ તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી બ્રાન્ડેડ કંપનીના પેકિંગમાં ભરેલો નકલી પાન મસાલાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે ₹૩ લાખની કિંમતનો બનાવટી મુદ્દામાલ કબજે કર્યો છે. આ કૌભાંડીઓ નકલી માલને આબેહૂબ અસલી બ્રાન્ડેડ પેકિંગમાં ભરીને બજારમાં સપ્લાય કરતા હતા અને ગ્રાહકો સાથે મોટી છેતરપિંડી આચરતા હતા.

મુખ્ય સૂત્રધાર શબ્બીરઅલી પોલીસ સકંજામાં                                                                                           

આ ગેરકાયદે ફેક્ટરી ચલાવનારા મુખ્ય આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે આ કાળા કારોબાર પાછળ સક્રિય આરોપી શબ્બીરઅલી શરાફત અલી સામે ઓફિશિયલ પોલીસ ફરિયાદ નોંધી તેની અટકાયત કરી છે. આ નકલી નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને આ કેમિકલયુક્ત નકલી માલ કયા-કયા વેપારીઓને સપ્લાય થતો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં લાયસન્સ વગર દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

આ પણ વાંચો: ગુજરાત ATSએ યુપીમાં ડ્રગ્સ ફેક્ટરી ઝડપી, 5 આરોપી પકડાયા

આ પણ વાંચો: મહેસાણામાં કલેક્ટર કચેરીનો રેવન્યુ ક્લાર્ક અમદાવાદમાં 9 લાખની લાંચ લેતા ઝડપાયો