pulwama attack/ પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા

વર્ષ 2019 માં પુલવામામાં(Pulwama attack) થયેલા ભયાનક આતંકવાદી હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાનની પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Top Stories NATIONAL international India Breaking News
Pulwama attack

Pulwama Attacker Killed: પાકિસ્તાનથી ભારત માટે એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2019 માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા ભયંકર આતંકવાદી હુમલાના(Pulwama attack) મુખ્ય માસ્ટરમાઇન્ડ્સમાંના એક અને મોસ્ટ વોન્ટેડ આતંકી હમઝા બુરહાન (Hamza Burhan) ની પાકિસ્તાનમાં અજ્ઞાત હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, આ હુમલામાં આતંકવાદી ઘટનાસ્થળે જ માર્યો ગયો છે.

ઓફિસમાં ઘૂસીને કરવામાં આવ્યો ટાર્ગેટ

પ્રાપ્ત વિગતો અનુસાર, આતંકી હમઝા બુરહાનને પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) માં આવેલા મુઝફ્ફરાબાદમાં નિશાન બનાવવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે આ આતંકવાદી પીઓકે સ્થિત પોતાની ઓફિસમાં બેઠો હતો, બરાબર તે જ સમયે અજ્ઞાત બંદૂકધારીઓએ ઓફિસમાં ઘૂસીને તેના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ હાલ આખા વિસ્તારને ઘેરી લીધો છે.

શિક્ષકની આડમાં આતંકનો ખેલ(Pulwama attack)

આતંકી હમઝા બુરહાન પાકિસ્તાનમાં પોતાની અસલી ઓળખ છુપાવવા માટે પોતાને એક સામાન્ય સ્કૂલ ટીચર (શિક્ષક) તરીકે ઓળખાવતો હતો. પરંતુ વાસ્તવમાં તે શિક્ષકની આડમાં પીઓકેના વિસ્તારોમાં સક્રિય અનેક આતંકવાદી સંગઠનોના આતંકીઓને હથિયારો ચલાવવાની અને ભારત વિરૂદ્ધ હુમલા કરવાની ઘાતક ટ્રેનિંગ આપી રહ્યો હતો. આ ઉપરાંત તે બોર્ડર વિસ્તારમાંથી આતંકીઓની ઘૂસણખોરી કરાવવામાં પણ મદદ કરતો હતો અને 2019 પછી પણ ઘણી આંતકી ઘટનાઓમાં સામેલ રહ્યો હતો.

પુલવામા હુમલો અને ભારતનો ‘ઓપરેશન બાલાકોટ’ થી બદલો

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019 ના રોજ બપોરે આશરે 3:15 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં જમ્મુ-શ્રેનગર નેશનલ હાઈવે પર એક કાયરતાપૂર્ણ આત્મઘાતી હુમલો થયો હતો. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી આદિલ અહેમદ ડારે 300-350 કિલો આઈઈડી (IED) વિસ્ફોટકોથી ભરેલી એસયુવી (SUV) કાર સીઆરપીએફ (CRPF) ના કાફલાની બસ સાથે અથડાવી દીધી હતી. આ ભયાનક હુમલામાં ભારતના 40 થી વધુ બહાદુર જવાનો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. જે-તે સમયે જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી.

આ કાયરતાપૂર્ણ હુમલાનો બદલો લેવા માટે ભારતે માત્ર 12 દિવસમાં એટલે કે 26 ફેબ્રુઆરી 2019 ના રોજ ‘ઓપરેશન બાલાકોટ’ (Operation Balakot) અંજામ આપ્યું હતું. ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા બાલાકોટ ખાતે જૈશ-એ-મોહમ્મદના આતંકી ટ્રેનિંગ કેમ્પ પર સર્જીકલ એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા અને તેમના અડ્ડાઓ તબાહ થઈ ગયા હતા. હવે તે જ હુમલાના મુખ્ય સાજિશકર્તા હમઝા બુરહાનનો પાકિસ્તાનની(Pulwama attack) ધરતી પર જ અજ્ઞાત હુમલાખોરોએ ખેલ ખતમ કરી દીધો છે.


આ પણ વાંચો:પુલવામા હુમલાનું પુનરાવર્તન કરવાનું કાવતરું ઘડી રહ્યું છે , ગુપ્તચર એજન્સીઓએ મોકલ્યું એલર્ટ

આ પણ વાંચો:પુલવામા હુમલાના પાંચ વર્ષ બાદ 729 આંતકવાદીઓ ઠાર,182 જવાનો થયા શહીદ

આ પણ વાંચો:પુલવામા હુમલાની આજે ત્રીજી વરસી, PM મોદીએ ટ્વીટ કરી શહીદોને આપી શ્રદ્ધાંજલિ