Gandhinagar News/ બકરી ઈદની રજા બદલાતા ‘ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા’ના કાર્યક્રમમાં ફેરફાર, જાણો નવી તારીખ

Gujarat Revenue Department Exam Change 2026: બકરી ઈદની જાહેર રજા ૨૭ મેના બદલે 28 મે થતાં ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા ૨૦૨૬ ના કાર્યક્રમમાં મહેસૂલ વિભાગે આંશિક ફેરફાર કરીને નવું સમયપત્રક જાહેર કર્યું છે.

Top Stories Gandhinagar Gujarat
Gujarat Revenue Department Exam Change 2026

Gujarat Revenue Department Exam Change 2026: ગુજરાતના મહેસૂલ વિભાગ (Revenue Department) દ્વારા સરકારી કર્મચારીઓ માટે યોજાનારી મહત્વની પરીક્ષાના કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે આયોજિત ‘ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-2026 ના ટાઈમટેબલમાં આંશિક બદલાવ કરાયો છે. મહેસૂલ વિભાગે આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને નવા સમયપત્રકની જાહેરાત કરી દીધી છે.

Gujarat Revenue Department Exam Change 2026

Revenue Department: બકરી ઈદની રજાની તારીખ બદલાતા લેવાયો નિર્ણય

મળતી વિગતો મુજબ, અગાઉ મહેસૂલ વિભાગના ગત તા. 02/04/2026 ના પરિપત્ર અન્વયે આ લાયકાત પરીક્ષા આગામી તા. 25/૦5/2026  થી તા. 30/05/2026 દરમિયાન યોજવાનું નક્કી કરાયું હતું અને તેનો વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો.

પરંતુ, સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના તા. 22/05/2026 ના નવા જાહેરનામા અનુસાર, આગામી સમયમાં આવતી બકરી ઈદની જાહેર રજામાં ફેરફાર થયો છે. અગાઉ બકરી ઈદની રજા તા. 27 મેના રોજ હતી, જે હવે બદલીને તા. 28 મે 2026, ગુરૂવારના રોજ રાખવામાં આવી છે. જાહેર રજાના આ ફેરફારને પગલે મહેસૂલ વિભાગે તાત્કાલિક નિર્ણય લઈને પરીક્ષાના દિવસોમાં આંશિક ફેરફાર કર્યો છે.

Revenue Department: નવા શેડ્યુલ મુજબ લેવાશે પરીક્ષાઓ

મહેસૂલ વિભાગ દ્વારા તા. 23/05/2026 ના રોજ બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, હવે આ પરીક્ષાઓ સુધારેલા સમયપત્રક પ્રમાણે લેવામાં આવશે. રજાના દિવસે પરીક્ષા ન યોજાય અને કર્મચારીઓને કોઈ હાલાકી ન પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. પરીક્ષા આપનારા તમામ સંબંધિત નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન તેમજ મહેસૂલી તલાટીઓને આ નવા સરકારી શેડ્યુલની નોંધ લેવા માટે સત્તાવાર પત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે.

ઉમેદવારો મહેસૂલ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ આ આંશિક ફેરફાર સાથેનું વિગતવાર નવું જાહેરનામું અને ટાઈમટેબલ જોઈ શકે છે.


આ પણ વાંચો : ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર, એકસાથે 352 મહેસૂલી કર્મચારીઓની બદલી

આ પણ વાંચો : રાજયના મહેસૂલ વિભાગમાં બઢતી- બદલી, 45 મામલતદારને બઢતી, 84 મામલતદારની બદલી

આ પણ વાંચો : મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, ખેતીની જમીનોને લઈ પ્રોસેસિંગ ફી નક્કી કરાઈ