Anand News/ આણંદ જિલ્લા પંચાયતમાં મોટો રાજકીય ઉલટફેર: ભાજપનું ફોર્મ રદ થતા કોંગ્રેસની બિનહરીફ જીત નિશ્ચિત

આણંદ જિલ્લા પંચાયત (Anand District Panchayat) પ્રમુખ પદની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટો રાજકીય વળાંક આવ્યો છે. ભાજપના ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રદ થતાં કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીની બિનહરીફ જીતનો માર્ગ સાફ થયો છે.

Top Stories Gujarat Others Breaking News
Anand District Panchayat:ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ પદ હાથમાંથી ગયું!

Anand News: આણંદ જિલ્લા પંચાયત (Anand District Panchayat) પ્રમુખ પદની ચૂંટણીમાં અચાનક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતમાં બહુમતી ભાજપ (BJP) પાસે હોવા છતાં હવે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી બિનહરીફ વિજેતા બનવાના માર્ગ પર છે.ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલ (Mayuriben Patel)નું ઉમેદવારી ફોર્મ રદ થતાં સમગ્ર રાજકીય સમીકરણ બદલાઈ ગયું છે.

જાતિ પ્રમાણપત્ર મુદ્દે ભાજપને મોટો ઝટકો

ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલ (Mayuriben Patel) દ્વારા મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)નું અનુસૂચિત જનજાતિ જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ પ્રમાણપત્રની માન્યતા સામે વાંધો ઉઠાવ્યો હતો.ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિએ બંને પક્ષોના વકીલોની દલીલો સાંભળી હતી. ત્યારબાદ ગુજરાત સરકારના નિયમો મુજબ અન્ય રાજ્યનું અનામત જાતિ પ્રમાણપત્ર માન્ય ન ગણાતા ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસમાં ઉજવણીનો માહોલ

બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી (Gauriben Tadvi)નું ઉમેદવારી ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. જેના કારણે હવે તેઓ બિનહરીફ વિજેતા જાહેર થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતાં કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને ઉજવણી પણ શરૂ થઈ ગઈ હતી.

Anand District Panchayat: બહુમતી ભાજપની છતાં પ્રમુખ કોંગ્રેસના?

આણંદ જિલ્લા પંચાયત (Anand District Panchayat)માં કુલ 40 બેઠકોમાંથી ભાજપે (BJP) 33 બેઠકો જીતેલી હતી, જ્યારે કોંગ્રેસ (Congress)ના ફાળે માત્ર 7 બેઠકો આવી હતી. છતાં પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત હોવાથી આખું રાજકીય ગણિત બદલાઈ ગયું.હાડગુડ બેઠક પરથી કોંગ્રેસના ગૌરીબેન તડવી જીત્યા બાદ કોંગ્રેસ માટે પ્રમુખ પદનો રસ્તો ખુલ્યો હતો.

કેવી રીતે રદ થયું ભાજપના ઉમેદવારનું ફોર્મ?

માહિતી મુજબ મયુરીબેન પટેલ મૂળ મહારાષ્ટ્રના આદિવાસી સમુદાય સાથે જોડાયેલા છે અને લગ્ન બાદ ગુજરાતમાં સ્થાયી થયા હતા.જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિએ જણાવ્યું કે ગુજરાતના નિયમો મુજબ અન્ય રાજ્યનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર અહીં માન્ય ગણાતું નથી. આ કારણે ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યું હતું.

રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ

આ સમગ્ર ઘટનાએ રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. બહુમતી હોવા છતાં ભાજપ પ્રમુખ પદ ગુમાવવાની સ્થિતિમાં પહોંચતા હવે રાજકીય જવાબદારી અને ઉમેદવાર પસંદગી અંગે પણ સવાલો ઊભા થયા છે.બીજી તરફ કોંગ્રેસ માટે આ ઘટના મોટી રાજકીય જીત તરીકે જોવામાં આવી રહી છે.


આ પણ વાંચો:આણંદમાં જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઇ ઝાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો:આણંદના સાંસેજમાં બૂથ નંબર-1 પર ફરજ બજાવતા કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:પાટણમાં મોટો ઉલટફેર! તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ભાજપને પછાડ્યું, અમરેલીમાં AAP નો કમાલ