National News/ સુપ્રીમ કોર્ટનો નકલી ઓર્ડર બતાવી આજીવન કેદનો ગુનેગાર જેલમાંથી ફરાર, 8 વર્ષ બાદ ખુલી પોલ

કર્ણાટકની બેંગલુરુ જેલમાંથી સુપ્રીમ કોર્ટનો નકલી ઓર્ડર(Supreme Court) બતાવીને આજીવન કેદનો આરોપી શંકર અરમુગમ મુક્ત થઈ ગયો હતો. 8 વર્ષ બાદ આ કૌભાંડ સામે આવતા FIR દાખલ કરી તપાસ શરૂ કરાઈ છે.

NATIONAL Top Stories India
Supreme Court

Fake Supreme Court Order Case:  કર્ણાટકથી કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે જેલ પ્રશાસન અને કાનૂની વ્યવસ્થાની ઊંઘ ઉડાવી દીધી છે. બેંગલુરુની પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલો એક ખૂંખાર કેદી દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ-Supreme Court) ના નકલી દસ્તાવેજો બતાવીને જેલમાંથી મુક્ત થઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાનો પર્દાફાશ થતાં જ હવે સત્તાવાર રીતે FIR નોંધવામાં આવી છે.

10,000 રૂપિયાનો દંડ ભરીને થયો મુક્ત

આ સનસનાટીપૂર્ણ ઘટના વર્ષ 2001 ના એક અપહરણ અને ખંડણીના કેસ સાથે જોડાયેલી છે, જેમાં આરોપી શંકર અરમુગમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, 13 November 2018 ના રોજ શંકરે જેલ સત્તાવાળાઓ સમક્ષ સુપ્રીમ કોર્ટના રાહત આપતા નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ કથિત કોર્ટ ઓર્ડરના આધારે માત્ર 10,000 રૂપિયાનો દંડ ભરીને તે ખૂબ જ આસાનીથી જેલની બહાર નીકળી ગયો હતો.

તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ (Supreme Court)

આ આખો મામલો તાજેતરમાં ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જેલ ડાયરેક્ટર જનરલ (DG) ને એક ગુપ્ત ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના (Supreme Court) આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર પાસે જ્યારે દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી, ત્યારે સાબિત થયું કે ગુનેગાર શંકર દ્વારા રજૂ કરવામાં આવેલો કોર્ટ ઓર્ડર તદ્દન નકલી અને બોગસ હતો.

આ ખુલાસાએ જેલ પ્રશાસનની સુરક્ષા સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે કે વગર તપાસે ઓર્ડર કેવી રીતે મંજૂર થયો? શું આમાં જેલના અધિકારીઓની મિલીભગત હતી? હાલમાં ડીજીપી આલોક કુમારના જણાવ્યા મુજબ, પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ફરાર આરોપી શંકરને ફરી પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.


આ પણ વાંચો : મતદાન અને ચૂંટણી લડવી મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટે આપી મોટી સ્પષ્ટતા

આ પણ વાંચો : ત્વિષા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટનું સ્વતઃસંજ્ઞાન

આ પણ વાંચો : ડોગ લવર્સને સુપ્રીમ કોર્ટનો ઝટકો, રખડતા શ્વાનો મુદ્દે મહત્વનો ચુકાદો