Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાંથી માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પતિએ પોતાની જ પત્નીને ₹50 હજારમાં વેચી (husband sold wife) દીધી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ દરમિયાન પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
મળતી માહિતી મુજબ નિકેશ પટેલ (Nikesh Patel) નામના આરોપીએ પોતાની પત્નીને મિત્રો સાથે મળાવવાના બહાને લઈ જઈ અન્ય લોકોના હવાલે કરી દીધી હતી. ત્યારબાદ મહિલાને લઈ જનાર ઇસમોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો પણ આરોપ છે.તપાસમાં સામે આવ્યું છે કે બાદમાં થરાદની એક મહિલાની મદદથી ત્રણ ઇસમો સાથે પરિણીત મહિલાનો સોદો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
પત્નીને વેચ્યા (husband sold wife) બાદ ગુમ થયાની ફરિયાદ નોંધાવી
આરોપી પતિએ પત્નીને વેચી (husband sold wife) દીધા બાદ પોલીસમાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસ દરમિયાન ઘટનાના તંતુઓ જોડાતા સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું.પોલીસે ટેક્નિકલ અને સ્થાનિક તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચીને સમગ્ર મામલાનો ભંડાફોડ કર્યો છે.
અન્ય યુવતીઓને પણ ફસાવતો હતો આરોપી
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી નિકેશ પટેલ અગાઉ પણ અન્ય યુવતીઓને ફસાવી ભગાડવાના બનાવોમાં સંડોવાયેલ હતો. ઉપરાંત તે પાલનપુર વિસ્તારમાં ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલ હોવાની માહિતી સામે આવી છે.
7 આરોપીઓની અટકાયત
પોલીસે આ સમગ્ર મામલે અત્યાર સુધી કુલ 7 આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓ સામે માનવ વેંચાણ, દુષ્કર્મ, છેતરપિંડી અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.પોલીસ હાલમાં સમગ્ર નેટવર્ક અને આરોપીઓની ભૂમિકાની વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ રાજ્યમાં મહિલા સુરક્ષા અને માનવ વેંચાણ જેવા મુદ્દાઓને ફરી ચર્ચામાં લાવી દીધા છે.
આ પણ વાંચો:પત્નીએ પતિને પ્રેમિકા સાથે વાંધાજનક સ્થિતિમાં જોતાં, હાલ થયા બેહાલ
આ પણ વાંચો:ઘરથી નીકળ્યો પતિ, પત્નીએ પ્રેમીને લોકેશન શેર કર્યુ….. અને આ રીતે થઈ હાથરસના મુનેન્દ્રની હત્યા
આ પણ વાંચો:વૃદ્ધ દંપતીના 44 વર્ષ પછી છૂટાછેડા, પતિએ જમીન રૂ. 3 કરોડમાં વેચીને સમાધાન કર્યું; એક શરત પણ રાખી
