Ahmedabad News: અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ (ISKCON Bridge Accident Case)માં આરોપી તથ્ય પટેલને લગભગ પોણા ત્રણ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી નિયમિત જામીન મળ્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટે જામીન આપતા પહેલાં તથ્ય પટેલ (Tathya Patel Bail)ને પોતાની બોનાફાઈડ દર્શાવવા માટે ટ્રાયલ કોર્ટમાં ₹1 કરોડની રકમ જમા કરાવવાનો મહત્વનો આદેશ કર્યો છે.
સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર તરફથી રજૂઆત કરતા સરકારી વકીલે અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિ દીઠ ₹10 લાખની રકમ જમા કરાવવાની માગણી કરી હતી. આ પ્રસ્તાવ પર તથ્ય પટેલ (Tathya Patel Bail)ના વકીલે સહમતિ દર્શાવતા અંતે સુપ્રીમ કોર્ટે કુલ ₹1 કરોડની લમ્પસમ રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
Tathya Patel Bail:9 લોકોના મોતના કેસમાં તથ્ય પટેલને રાહત
સુપ્રીમ કોર્ટે (Supreme Court) નોંધ્યું હતું કે તથ્ય પટેલ (Tathya Patel Bail) સામે IPC કલમ 304 લાગુ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તે દોષિત જાહેર થયો નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે તથ્ય પટેલ લગભગ 2 વર્ષ અને 10 મહિના જેલમાં વિતાવી ચૂક્યો છે.
આ કેસમાં તથ્ય પટેલ સામે ઘટના બાદ માત્ર 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. હાલ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી આંખો દેખ્યા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. કુલ 191 જેટલા સાક્ષીઓ આ કેસમાં સામેલ છે.
ચાર્જશીટ અનુસાર, પોલીસ દ્વારા IPCની કલમ 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 તેમજ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસમાં કુલ 14 દસ્તાવેજી પુરાવા, 9 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને FSLના 15 રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 19 જુલાઈ 2023ની મોડીરાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે (Tathya Patel Bail) જેગુઆર કાર (Jaguar car) લોકો પર ચડાવી દેતાં 9 લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી.
આ ઉપરાંત, સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ આજીવન માટે રદ કરવામાં આવ્યું છે. જેના કારણે હવે તે ભારતમાં ક્યારેય સત્તાવાર રીતે વાહન ચલાવી શકશે નહીં.
આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ કેસમાં વધુ એક સાક્ષીની જુબાની, તથ્ય પટેલની કાર ફુલ સ્પીડમાં હતી
આ પણ વાંચો:ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને 10 વર્ષની સજાની શક્યતા
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના આદેશ પછી તથ્ય પટેલ સામે આજે થશે ચાર્જ ફ્રેમ
