World No Tobacco Day Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિનની અનોખી અને જનજાગૃતિસભર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા ગીર સોમનાથ દ્વારા સુત્રાપાડા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ, અધિકારીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણકુમાર રોય, એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ ગોસ્વામી તેમજ સોશિયલ વર્કર દીપ્તિ વ્યાસના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
Gir Somnath: “તમાકુને ના કહો”નો અનોખો સંદેશ
જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ અને VTI સેન્ટરના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 350 જેટલા તાલીમાર્થીઓ, કર્મચારીઓ અને અન્ય સહભાગીઓએ મળીને મેદાનમાં “તમાકુને ના કહો”નો સંદેશ આપતી વિશાળ માનવ રચના તૈયાર કરી હતી.
ડ્રોન કેમેરાથી લેવામાં આવેલી આકર્ષક તસવીરો દ્વારા તમાકુમુક્ત સમાજના નિર્માણનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Gir Somnath : “તમાકુને ના, સ્વાસ્થ્યને હા”નો સંકલ્પ
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ “તમાકુને ના, સ્વાસ્થ્યને હા”નો સંકલ્પ લીધો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને તમાકુ અને તમાકુજન્ય પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે માહિતગાર કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે તમાકુના સેવનથી કેન્સર, હૃદયરોગ, શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ સહિત અનેક જીવલેણ રોગો થવાની શક્યતા વધી જાય છે. લોકોને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા અને અન્ય લોકોને પણ જાગૃત કરવા અપીલ કરવામાં આવી હતી.

વ્યસનમુક્તિ નાટક અને જાગૃતિ કાર્યક્રમો
વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે તાલાળા ખાતે આગાખાન ફાઉન્ડેશનમાં પણ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. અહીં તાલીમાર્થીઓ દ્વારા વ્યસનમુક્તિ પર આધારિત નાટક અને જાગૃતિસભર ભાષણો રજૂ કરવામાં આવ્યા હતા.
હાજર રહેલા વાલીઓ અને નાગરિકો સાથે વ્યસન વિરોધી શપથ લેવડાવવામાં આવ્યો હતો. ઉપરાંત જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં પણ વ્યસન વિરોધી સંકલ્પ લેવડાવી OPD દરમિયાન દર્દીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને મળ્યો સહયોગ
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન CSRના સિનિયર મેનેજર અજીત બારડ, સેન્ટર હેડ , VTI સેન્ટરના સ્ટાફ તથા તાલુકા હેલ્થ ઓફિસરના આરોગ્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં ભાજપના ઉમેદવારોની પસંદગી ટૂંકમાં
આ પણ વાંચો: ગીર સોમનાથ સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપની પાસે
આ પણ વાંચો: ગીર સોમનાથમાં 1 એપ્રિલથી સોમનાથ મંદિર ટ્રસ્ટની ઓળખ બદલાશે, ત્રિશૂલ બનશે નવી ઓળખ
