Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat News/ ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0: ગુજરાતમાં ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 638 આરોપીઓ ઝડપાયા

ગુજરાત પોલીસ અને CCOEના ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ (Operation Mule Hunt) હેઠળ ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 638 આરોપીઓની ધરપકડ.

June 1, 2026June 1, 2026Maya Sindhav
Top Stories Gujarat Others Breaking News
Operation Mule Hunt:₹2289 કરોડના સાયબર કૌભાંડનો ભંડાફોડ, હવે AI કરશે મોનિટરિંગ

Gujarat News: ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ (Operation Mule Hunt) હેઠળ રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર ફ્રોડ (Cyber ​​Fraud) નેટવર્ક પર્દાફાશ થયો છે. આ ઓપરેશન દરમિયાન કુલ ₹2,289 કરોડના સાયબર ફ્રોડના કેસો સામે આવ્યા છે અને 913 જેટલા શંકાસ્પદ મ્યૂલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કુલ 638 આરોપીઓની ધરપકડ કરી છે.

શું હોય છે મ્યૂલ એકાઉન્ટ?

સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડીથી મેળવવામાં આવેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા અથવા મની લોન્ડરિંગ કરવા માટે જે બેંક ખાતાઓનો ઉપયોગ થાય છે તેને ‘મ્યૂલ એકાઉન્ટ’ કહેવાય છે. આવા ખાતા ચલાવનાર વ્યક્તિને ‘મની મ્યૂલ’ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત સામાન્ય લોકો અજાણતા પોતાનું ખાતું ઉપયોગ માટે આપી દેતા હોય છે, જે બાદ તે ખાતાનો ઉપયોગ સાયબર ગુનાઓ માટે થતો હોય છે.

Operation Mule Hunt: રાજ્યવ્યાપી વિશેષ અભિયાન

વર્ષ 2025 દરમિયાન ગુજરાત પોલીસ, સાયબર સેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ પોલીસ કમિશનર કચેરીઓએ સંયુક્ત રીતે આ ઓપરેશન (Operation Mule Hunt) ચલાવ્યું હતું. આ માટે ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઈનના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. બેંકો સાથે રિયલ-ટાઇમ ડેટા શેરિંગ કરીને શંકાસ્પદ ખાતાઓ પર નજર રાખવામાં આવી હતી.

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 (Operation Mule Hunt) દરમિયાન ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કુલ 565 FIR નોંધવામાં આવી હતી અને 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ 913 શંકાસ્પદ મ્યૂલ એકાઉન્ટ્સ (Operation Mule Hunt) સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન કુલ 4,052 સાયબર ગુનાઓ ઓળખવામાં આવ્યા હતા, જેમાંથી 491 ગુનાઓ ગુજરાત સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં અંદાજે ₹2,289 કરોડના સાયબર ફ્રોડ (Cyber ​​Fraud)નો પર્દાફાશ થયો છે.

પોલીસની કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર બેંકિંગ વ્યવહારોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચેક દ્વારા થતા નાણાકીય ઉપાડમાં 75 ટકા ઘટાડો થયો છે, જ્યારે માસિક ચેક ઉપાડની રકમ ₹126 કરોડથી ઘટીને માત્ર ₹25 કરોડ રહી ગઈ છે. ઉપરાંત ATM દ્વારા થતા ઉપાડમાં 66 ટકા ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટથી ડિસેમ્બર 2025 દરમિયાન પ્રથમ લેયરના મ્યૂલ એકાઉન્ટ્સની સંખ્યામાં પણ 30 ટકા ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસના મતે આ ઓપરેશન બાદ સાયબર ગુનેગારો માટે ગેરકાયદેસર નાણાં હેરફેર કરવી હવે વધુ મુશ્કેલ બની ગઈ છે.

હવે AI ટેક્નોલોજી કરશે મોનિટરિંગ

સાયબર ફ્રોડ સામે વધુ કડક પગલાં લેવા માટે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) AI આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મૂકશે.‘ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન’ (IDPIC) દ્વારા દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શનને Low Risk, Medium Risk અને High Risk કેટેગરીમાં વહેંચવામાં આવશે.આ ટેક્નોલોજી દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ઝડપથી ઓળખી બેંકો તાત્કાલિક કાર્યવાહી કરી શકશે.

Mulehunter.ai બનશે મોટી મદદ

સાયબર ગુનાઓ સામે લડવા માટે mulehunter.ai નામની સેન્ટ્રલ રજીસ્ટ્રી પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ દ્વારા દેશભરની બેંકો વચ્ચે શંકાસ્પદ ખાતાઓની માહિતી ઝડપથી શેર કરી શકાશે.આ પહેલને સાયબર ક્રાઈમ સામેની સૌથી મોટી ટેક્નોલોજીકલ કાર્યવાહી માનવામાં આવી રહી છે.


આ પણ વાંચો:સાયબર ફ્રોડથી બચવા ગૃહ મંત્રાલયનો મફત કોર્સ, મળશે ફ્રી સર્ટિફિકેટ

આ પણ વાંચો:અમદાવાદમાં જેલ પેરોલના નામે સાયબર ફ્રોડ: 10 મિનિટમાં ₹45 હજારની ઠગાઈ

આ પણ વાંચો:ગુજરાત પોલીસે ₹77 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ, 16 છેતરપિંડી કરનારાઓની ધરપકડ

Post navigation

રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલાં જ વિવાદ, માહોલ ગરમ
આ શું જાપાનમાં ભારતીય મહિલા ચોરી કરતી ઝડપાઈ? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાએ મચાવી ચર્ચા

More Posts

કોંગ્રેસના સરકાર પર ગંભીર આક્ષેપ/ 3900 કરોડના કૌભાંડના આક્ષેપ અંગે ઋષિકેશ પટેલનો પલટવાર

August 26, 2023Maya Sindhav
Department allocation

સારા સમાચાર/ 27 જાન્યુઆરીથી બિન-સચિવાલય ક્લાર્કને વિભાગની ફાળવણી

January 21, 2023Rahul Rathod

Gujarat/ CM વિજય રૂપાણીની તબિયત સુધારા પર, યુ. એન. મહેતા હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર, CMના ઇસીજી, ઇકો, સીટી સ્કેન રિપોર્ટ નોર્મલ, ઓક્સિજન લેવલ પણ નોર્મલ, CMને 24 કલાક હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રખાશે

February 15, 2021February 15, 2021parth amin

Omicron/ સ્ટીલ્થ, ઓમિક્રોનનું નવું વર્ઝન, હોશ ઉડાવી દે છે: ન તો રસી અસરકારક છે અને ન કોઈ ટેસ્ટ-કીટમાં નજર આવે છે 

December 12, 2021December 12, 2021padma prajay

Not Set/ ઇન્ટરપોલના ગાયબ ચીફ મેંગ હોન્ગ્વેઈએ આપ્યું રાજીનામું

October 8, 2018October 8, 2018foram patel

Not Set/ દેશમાં કોરોનાના કેસમાં વધઘટ સાથે આજે નવા 2,827 કેસ,24 દર્દીઓના મોત

May 12, 2022mustak malik

હરિયાણા/ ફેક્ટરીમાં ભીષણ આગ, ધમાકા સાથે ડ્રમ ફૂટ્યા, 100 કર્મચારીઓને કાઢવામાં આવ્યા બહાર

April 17, 2022April 17, 2022garima rao

Botad-Teenager dies/ બોટાદમાં દુઃખદ ઘટનાઃ કિશોર તળાવમાં ડૂબ્યો

July 22, 2023jani

Gujarat Budget session 2025 Live/ ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ

February 19, 2025February 19, 2025Panara Mansi
નો રિપીટ થીયરી

ગુજરાત/ 100% નો રિપીટ થીયરી અપનાવી ભાજપે રચ્યો ઇતિહાસ, રાજ્યના 14 જિલ્લાના…

September 17, 2021September 17, 2021Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy