india news/ ચોમાસાની એન્ટ્રી પહેલાં જ દેશભરમાં હવામાનનો ડબલ એટેક, વરસાદ-કરા અને વાવાઝોડાથી અનેક રાજ્યો એલર્ટ પર

દેશના હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળી રહ્યો છે. IMDએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ (Rain), કરાવર્ષા અને તેજ પવનનું એલર્ટ જાહેર કર્યું છે.

Top Stories India
RAIN

IMD Weather Alert: દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ (Rain), કરાવર્ષા અને તેજ પવનનું એલર્ટ જાહેર કર્યું છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 80થી 90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

કેરળમાં ગમે ત્યારે થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગમે ત્યારે દસ્તક આપી શકે છે. બીજી તરફ સક્રિય પશ્ચિમી વિક્ષોભ અને ચક્રવાતી પવનોના કારણે ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના હવામાનમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે.

ઉત્તર પ્રદેશમાં આંધી-વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વીય વિસ્તારોમાં ગરમી યથાવત રહેવાની શક્યતા છે, જોકે કેટલાક સ્થળોએ ધૂળભરી આંધીઓ ફૂંકાઈ શકે છે.

રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ

રાજસ્થાનમાં કરાવર્ષા અને ધૂળભરી આંધીઓને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાઈ શકે છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.

દિલ્હી-એનસીઆરમાં ધૂળભરી આંધીની શક્યતા

દિલ્હી-એનસીઆરમાં આજે દિવસભર આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. બપોર બાદ અથવા સાંજે ધૂળભરી આંધી સાથે હળવો વરસાદ પડી શકે છે. 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

ગરમીથી મળશે રાહત

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વરસાદ અને તેજ પવનના કારણે લોકોને પ્રચંડ ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.

હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષાની આગાહી

હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતીય વિસ્તારોમાં હળવી બરફવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં પણ વીજળીના કડાકા, તેજ પવન અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રવાસીઓને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

રાજસ્થાનમાં આંધી-વરસાદથી ત્રણના મોત

રાજસ્થાનના સરહદી જિલ્લાઓ જૈસલમેર અને બાડમેરમાં ધૂળભર્યા વાવાઝોડા અને વરસાદના કારણે થયેલા અલગ-અલગ અકસ્માતોમાં ત્રણ લોકોના મોત થયા છે. બાડમેર જિલ્લાના બે ગામોમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં બે માસૂમ બાળકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :