Mahesana News: મહેસાણાના કડી તાલુકાના વડાવી ગામે જમીન કૌભાંડ જોવા મળ્યો છે. તરસણીયા પરા પ્રાથમિક શાળાની જમીન હડપ કરવાનો કારસો જોવા મળ્યો છે. નીલકંઠ મહાદેવ મંદિરની જમીન હડપ કરવાનું કાવતરું થઈ રહ્યો છે. અમદાવાદના બિલ્ડર સહિત લોકોએ કબ્જાનો પ્રયત્ન કર્યો છે. આ માટે જમીનના ખોટા ફોટોગ્રાફ સબ રજિસ્ટર કચેરીમાં રજૂ કર્યા છે. જમીનનું બારોબારીયુ કરવાનો પણ ભારે વિવાદ થયો હતો. સબ રજિસ્ટરે 14 સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ કૌભાંડમાં એનઆરઆઈ પણ સામેલ હોવાનું કહેવાય છે. આ કૌભાંડ ખેતીની જમીન બતાવીને આચરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ અંગે સબ રજિસ્ટ્રારને જાણ કરવામાં આવી હતી અને પુરાવાના આધારે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અહીં બે ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હોવાની વાત છે.
બાવલુ પોલીસ સ્ટેશનમાં સબ રજિસ્ટ્રારે ગુનો નોંધાવ્યો હતો તે મુજબ જોઈએ તો આ કૌભાંડમાં ખેતીની જમીન બતાવી પ્રાથમિક શાળા અને મંદિરવાળી જગ્યાનો દસ્તાવેજ કરી નાખ્યો છે. તેમા દસ્તાવેજોમાં મિલકતના ખોટા ફોટોગ્રાફ દર્શાવી સરકારી તંત્રની સાથે જ છેતરપિંડી આચરવામાં આવી હતી. તરસનીયા પ્રાથમિક શાળા અને નીલકંઠ મંદિર વેચી મારવામાં આવ્યું હોય તેવી આ વાત છે. તેમા રૂ. 54.66 લાખ અને રૂ. 11.04 લાખના વેચાણ દસ્તાવેજો પણ બનાવી દીધા હોવાનું કહેવાય છે.
પોલીસ ફરિયાદ મુજબ આ કૌભાંડ 2025માં આચરવામાં આવ્યુ હતુ. તેનો સમયગાળો 10 ડિસેમ્બર 2025થી 4 જૂન 2026 સુધીનો છે. તરસનીયા પ્રાથમિક શાળાના આચાર્યની વાંધા અરજી પછી આ ભાંડો ફૂટ્યો છે. આ કૌભાંડમાં અમદાવાદ, મુંબઈ અને કેનેડા તથા અમેરિકામાં રહેતા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધણી અધિનિયમની કલમ 82 અને બીએનએસની વિવિધ કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. બાવલુ પોલીસ સ્ટેશનના પીઆઈ દિલીપકુમાર બડવાએ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:કડીના જમીન કૌભાંડ કેસમાં તંત્રની કાર્યવાહી, શાળા, મંદિરની જગ્યાના વેચાણની નોંધ કરાશે નામંજૂર
આ પણ વાંચો:કરોડોના જમીન કૌભાંડ મામલે રમણલાલ વોરા ફરી એકવાર વિવાદમાં ફસાયા
આ પણ વાંચો:સુરતમાં કઠોરની જમીન કૌભાંડ મામલે CID ક્રાઈમમાં ફરિયાદ
