sports news/ 15 વર્ષના વૈભવે તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થતાં જ અગરકરે આપી સલાહ

માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીની(Vaibhav Sooryavanshi) ભારતની T20 ટીમમાં પસંદગી થઈ છે, જેની સાથે જ સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટી ગયો છે. તેને ટેસ્ટ ક્રિકેટમાં રમાડવા અંગે ચીફ સ્ટેક્ટર અજીત અગરકરે આપેલા નિવેદન વિશે વાંચો.

Trending Sports
Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi Team India Selection 2026: માત્ર 15 વર્ષની ઉંમર, 23 IPL મેચોની કરિયર અને સીધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી! IPL 2026 માં પોતાના બેટથી ધમાકેદાર પ્રદર્શન કરીને મોટા-મોટા બોલર્સના છોતરાં ઉડાવી દેનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ટીમ ઇન્ડિયા તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે બોલાવવામાં આવ્યો છે. BCCI એ બધી જ અટકળો પર વિરામ મૂકતાં વૈભવને ભારતની T20 ટીમમાં સ્થાન આપ્યું છે. જોકે, આ સિલેક્શન બાદ પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરને એક એવો સવાલ પૂછવામાં આવ્યો કે તેમણે વૈભવની નાની ઉંમરનો હવાલો આપીને વાતને ટાળવી પડી હતી.

સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તૂટ્યો

શનિવાર, 6 June 2026 ના રોજ BCCI ની મેન્સ સિલેક્શન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે T20 ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત એશિયન ગેમ્સ (Asian Games) માટે પણ T20 સ્ક્વોડ જાહેર કરાઈ છે અને આ ત્રણેય ટીમમાં વૈભવ સૂર્યવંશીને જગ્યા મળી છે.

આ સાથે જ વૈભવ(Vaibhav Sooryavanshi) ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે સિલેક્ટ થનારો ખેલાડી બની ગયો છે. તેણે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિન જ્યારે 16 વર્ષના હતા ત્યારે વર્ષ 1989 માં તેમને પહેલીવાર ટીમમાં તક મળી હતી, જ્યારે વૈભવની ઉંમર માત્ર 15 વર્ષની છે.

ટીમમાં પસંદ કરતાં જ અગરકરે કેમ કહ્યું- ‘હજુ બાળક છે’?

IPL 2026 માં રેકોર્ડબ્રેક 776 રન ફટકાર્યા બાદ વૈભવની(Vaibhav Sooryavanshi) વ્હાઇટ-બોલ ક્રિકેટમાં તો એન્ટ્રી થઈ ગઈ, પરંતુ ક્રિકેટ ફેન્સ અને મીડિયા તેને ટેસ્ટ ફોર્મેટ (રેડ બોલ ક્રિકેટ) માં રમતા જોવા માટે પણ ઉત્સુક છે. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં અજીત અગરકરને પૂછવામાં આવ્યું કે વૈભવને ટેસ્ટ ટીમમાં ક્યારે લાવવામાં આવશે?

ત્યારે અગરકરે હસતાં-હસતાં જવાબ આપ્યો

“અમે અત્યારે તેને માત્ર એ જ ફોર્મેટ માટે પસંદ કર્યો છે જેમાં તેણે દમદાર પ્રદર્શન કર્યું છે. રેડ બોલની વાત કરીએ તો, તે હજુ સાવ બાળક છે અને પોતાની સફર શરૂ કરી રહ્યો છે. જ્યારે ડોમેસ્ટિક સીઝન શરૂ થશે અને તે થોડી રેડ બોલ ક્રિકેટ રમશે, ત્યાં સુધી આપણે રાહ જોઈશું. અત્યારથી આટલી બધી ઉતાવળ શા માટે?”

રેડ બોલ ક્રિકેટમાં કેવો છે Vaibhav Sooryavanshi નો રેકોર્ડ?

T20 ક્રિકેટમાં વૈભવે(Vaibhav Sooryavanshi) પોતાના નામે સિક્કો જમાવી દીધો છે, પરંતુ લાલ બોલ સામે તેની ક્ષમતા પર ઘણીવાર ટીકાકારો સવાલો ઉઠાવે છે. જોકે, વૈભવની નાની રેડ બોલ કરિયર પણ એટલી ખરાબ નથી:

અંડર-19 માં ધમાકો: IPL માં ફેમસ થતાં પહેલાં, વર્ષ 2024 માં વૈભવે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંડર-19 ટેસ્ટ મેચમાં એક શાનદાર સદી ફટકારી હતી.

રણજી ટ્રોફી: રણજી ક્રિકેટમાં તેને હજુ બહુ મેચ રમવા મળી નથી. તે માત્ર 8 ફર્સ્ટ-ક્લાસ મેચ રમ્યો છે, જેમાં તેણે 207 રન બનાવ્યા છે. જોકે, આ ફોર્મેટમાં પણ તેનો સ્ટ્રાઈક રેટ 90 નો રહ્યો છે, જે તેની આક્રમક બેટિંગ શૈલી દર્શાવે છે.

અગરકરનું માનવું છે કે વૈભવમાં(Vaibhav Sooryavanshi) અદભુત ટેલેન્ટ છે, પણ તેની કરિયરને લાંબી ચલાવવા માટે અત્યારે ટેસ્ટ ક્રિકેટના દબાણથી તેને દૂર રાખવો જ યોગ્ય નિર્ણય છે.


આ પણ વાંચો: ક્રિકેટમાં આજે પણ થાય છે મેચ ફિક્સિંગ, IPL ના પૂર્વ કમિશનર લલિત મોદીનો સનસનાટીપૂર્ણ દાવો

આ પણ વાંચો:7 વર્ષની ઉંમરે શરૂ થયેલી મહેનત, 15માં IPLનો સ્ટાર, જાણો બોસ બેબીની પ્રેરણાદાયક સફર

આ પણ વાંચો:ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીનું શેડ્યૂલ જાહેર, 7 વર્ષ બાદ રમાશે 5 ODI, વર્લ્ડ કપ 2027ની તૈયારી શરૂ